છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ક્યાંથી ચૂંટણી લડશે તે અંગેનો સસ્પેન્સ હતો. અનેક અટકળો લગાવામાં આવી હતી. પરંતુ આજે આ સસ્પેન્સનો અંત આવી ગયો છે. અમેઠી અને રાયબરેલી વચ્ચે અસમંજસ હતું કે કોને ક્યાંથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે.. કોંગ્રેસ દ્વારા ઉમેદવારની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. રાહુલ ગાંધી રાયબરેલીથી ઉમેદવાર છે અને અમેઠીથી કિશોરી લાલ શર્માને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. આની પહેલા અટકળો ચાલી રહી હતી કે અમેઠીથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે..
રાયબરેલીથી રાહુલ ગાંધી લડશે ચૂંટણી
દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે.. બે તબક્કા અંતર્ગત મતદાન થઈ ગયું છે અને સાતમી મેના રોજ ત્રીજા તબક્કા માટેનું મતદાન થવાનું છે.. ત્યારે ઉત્તરપ્રદેશની લોકસભા સીટ રાયબરેલી અને અમેઠી પર કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર હતી.. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે પણ સસ્પેન્સ હતો ત્યારે આજે આ સસ્પેન્સ પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયો છે.
સ્મૃતિ ઈરાની સામે કોંગ્રેસે ઉતાર્યા કે.એલ.શર્માને ચૂંટણી મેદાનમાં
રાહુલ ગાંધીને રાયબરેલીથી કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. અમેઠીથી કિશોરી લાલ શર્માને કોંગ્રેસે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને ઉતારવામાં આવ્યા છે... મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી આજે ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. રાહુલ ગાંધીનો સામનો ભાજપના ઉમેદવાર દિનેશ સિંહ સામે થવાનો છે.. દિનેશ સિંહ ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી છે. સોનિયા ગાંધીને દિનેશ સિંહે ચૂંટણીમાં સારી એવી ટક્કર આપી છે.. જો અમેઠીમાં કોંગ્રેસે ઉતારેલા ઉમેદવાર કિશોરી લાલ શર્માની વાત કરીએ તો તેમને કોંગ્રેસ પરિવારના એકદમ નજીકના માનવામાં આવે છે.. એવું લાગતું હતું કે આ બંને બેઠકમાંથી એક બેઠક પર પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવામાં આવી શકે છે પરંતુ તેમના નામની જાહેરાત નથી કરી..