Rajkot અગ્નિકાંડને લઈ Congressનો વિરોધ, Jignesh Mevani, Geniben Thakor સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ કરશે પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-15 11:47:18

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ.. અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે.. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે. પરંતુ એસઆઈટીને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.. અનેક વર્ષો વીતિ જતા હોય છે પરંતુ મૃતક પરિવારને ન્યાય નથી મળતો.. ત્યારે રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવી છે.. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, સાંસદ ગેનીબેન ઠાકોર, જેની ઠુમ્મર, લાલજી દેસાઈ, અમિત ચાવડા સહિતના નેતાઓ આજે રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કરવાના છે.. રેલી યોજી વિરોધ પ્રદર્શન દર્શાવી રહ્યા છે..    


પીડિત પરિવારને ન્યાય નથી મળતો.. 

આપણે ત્યાં કહેવાય છે કે સિસ્ટમમાં બધુ મળી જશે માત્ર ન્યાય નથી મળતો.. આપણા ઉપર ના વીતિ હોય ત્યાં સુધી આપણે તેમની પીડા નથી સમજી શકતા. આપણી પર જ્યારે વીતે ત્યારે જ આપણે પીડા સમજી શકીએ છીએ..જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે તે બાદ એસઆઈટીની રચના કરવામાં આવે છે અને તપાસ થાય છે. પીડિત પરિવારને ન્યાય નથી મળતો. જે કસૂરવાય હોય છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી નથી થતી.. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે એસઆઈટીની રચના થઈ.. પરંતુ એસઆઈટીની ટીમ જે બની છે તેને બદલવામાં આવે તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.


કોંગ્રેસ દ્વારા કરવામાં આવી માગ 

કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કરવામાં આવી રહ્યો છે. તે સિવાય 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસની માગ છે કે પીડિત પરિવારોને ચાર લાખની જગ્યાએ સહાય રૂપે એક કરોડ આપવામાં આવે. ચાર લાખનું નહીં એક કરોડ વળતર આપો.. તે સિવાય એવી પણ માગ કરવામાં આવી છે કે બાહોશ અને નોન કરપ્ટ અધિકારીઓની SIT ટીમ બનાવો, ફૂટેલી કારતૂસોની નહીં.. તે સિવાય સુભાષ ત્રિવેદીવાળી એસઆઈટી ના જોઈએ.. મહત્વનું છે કે આની પહેલા ધરણા કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?