ગઈકાલે કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે આઈટી વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. લોકશાહીને લઈ પણ કોંગ્રેસ દ્વારા વાત કરવામાં આવી હતી. એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવતા સમગ્ર દેશમાં આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદના ઈન્કમ ટેક્સ વિસ્તારમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ!
દેશના અનેક રાજ્યોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ઈન્કમ ટેક્સ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાએ, નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આ વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત હતા. આઈટી વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટી તેમજ યુથ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યા હતા. આ ઘટનાને લઈ કોંગ્રેસ નેતાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિવિધ કોંગ્રેસ નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.ત્યારે અકાઉન્ટ ફ્રીઝ થયાનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી. રસ્તો રોકી રહેલા કાર્યકરોની અટકાયત ટીંગાટોળી કરી હતી. કોંગ્રેસના કાર્યકરો હાથમાં બેનર લઈને વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઈન્કમટેક્સ ચાર રસ્તા આશ્રમ રોડ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ અને યુવક કોંગ્રેસનાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાનાં વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. pic.twitter.com/NfIOR2RW5g
— Gujarat Congress (@INCGujarat) February 17, 2024
પોલીસે કરી શક્તિસિંહ ગોહિલ સહિત અનેક નેતાઓની અટકાયત!
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઈન્કમટેક્સ ચાર રસ્તા આશ્રમ રોડ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ અને યુવક કોંગ્રેસનાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાનાં વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. pic.twitter.com/NfIOR2RW5g
— Gujarat Congress (@INCGujarat) February 17, 2024આજે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરોએ ઈન્કમ ટેક્સ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આઇટી વિભાગે ફ્રીઝ કરેલાં એકાઉન્ટ બાબતે તેઓ વિરોધ નોંધાવી રહ્યા હતા. વિરોધ કરી રહેલા અનેક કાર્યકર્તાઓ રસ્તા પર બેસી ગઈ અને વિરોધ દર્શાવ્યો હતો. પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી. વિરોધ કરી રહેલા શક્તિસિંહ ગોહિલ, ઈમરાન ખેડાવાલા સહિતના નેતાઓને અટકાયત બાદ ગાડીમાં બેસાડ્યા હતા. ત્રણેય નેતાને જ્યારે ગાડીમાં બેસાડ્યા તે બાદ કાર્યકરો ગાડીની આગળ આવી ગયા અને ગાડીને આગળ વધવા ના દીધી.
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે...
કાર્યકરોને હટાવવા માટે પોલીસે બળજબરીનો પ્રયોગ પણ કર્યો હતો. કાર્યકરોને ગાડી પાસેથી હટાવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે જનતાના આશીર્વાદ અને લોકોના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી વિરોધપક્ષની ભૂમિકા ભજવી રહી છે. આ ભૂમિકા પણ ના ભજવે એ માટે કોંગ્રેસપક્ષનાં એકાઉન્ટ પર તાળાબંધી કરવામાં આવી છે. આ તાળાબંધી લોકશાહી માટેની છે. જનતા આજે આ જાણે અને જનતાની અદાલતમાં નિર્ણય કરે. બેરોજગારી, મોંઘવારીથી લોકો અને ખેડૂતો દુઃખી છે, નાના ઉદ્યોગકારો મુશ્કેલીમાં છે.