કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખની ચૂંટણી બાદ આજે 10 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસને આજે 24 વર્ષ બાદ બિન-ગાંધી પ્રમુખ મળશે. સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના ચેરમેન મત ગણતરી બાદ પરિણામ જાહેર કરશે. મત ગણતરી વખતે પ્રમુખ પદના ઉમેદવાર શશિ થરૂરના પ્રસ્તાવક સાંસદ કાર્તિ ચિદંબરમ તથા અન્ય ચૂંટણી એજન્ટ પણ હાજર રહ્યા હતા. બીજા ઉમેદવાર મલ્લિકાર્જુન ખરગે તરફથી સાંસદ સૈયદ નાસિર હુસૈન અને અન્ય નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.
Congress party to get its first non-Gandhi president in 24 years today; Counting of votes will begin at 10am at the AICC headquarters in Delhi.
Senior party leaders Mallikarjun Kharge and Shashi Tharoor are in the fray.
(file pics) pic.twitter.com/CcbyGrVg83
— ANI (@ANI) October 19, 2022
મતપેટીઓ સ્ટ્રોંગ રૂમમાં બંધ
Congress party to get its first non-Gandhi president in 24 years today; Counting of votes will begin at 10am at the AICC headquarters in Delhi.
Senior party leaders Mallikarjun Kharge and Shashi Tharoor are in the fray.
(file pics) pic.twitter.com/CcbyGrVg83
દેશના વિવિધ ભાગોમાં બને કોંગ્રેસના તમામ મતદાન કેન્દ્રોમાંથી મત પેટીઓ મંગળવાર સાંજે કોંગ્રેસ હેડક્વાર્ટર લાવવામાં આવી હતી, તેને કોંગ્રેસ મુખ્યાલયની અંદર રહેલા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી હતી.
દિવાળી પછી નવા પ્રમુખ હોદ્દો સંભાળશે
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, મતગણતરી માટે સાત-આઠ ટેબલ તૈયાર કરવામાં આવશે અને દરેક ટેબલ પર બે વ્યક્તિ હશે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૂંટાયેલા પ્રમુખ દિવાળી પછી કોંગ્રેસના મુખ્યાલય ખાતે યોજાનાર કાર્યક્રમમાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ચાર્જ સંભાળશે. વિજેતા ઉમેદવારને બુધવારે પ્રમાણપત્ર આપવામાં આવશે કે પછી તે હજુ નક્કી નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ બુધવારે દિલ્હીમાં રહ્યા હતા. જો કે, રાહુલ ગાંધી કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' ચાલુ રાખી હતી એટલે કે મતગણતરી દરમિયાન તેઓ દિલ્હીમાં રહ્યા ન હતાં.
કોંગ્રેસના 9500 ડેલીગેટએ મતદાન કર્યું હતું
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ સહિત લગભગ 9500 પ્રતિનિધિઓ (ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો) એ સોમવારે (17 ઑક્ટોબર) પાર્ટીના નવા પ્રમુખને ચૂંટવા માટે મતદાન કર્યું હતું.