કોંગ્રેસ અધ્યક્ષ માટે યોજાનારી ચુંટણીમાં શશી થરૂર પણ રાહુલ ગાંધી સામે ચુંટણી લડે તેવી સંભાવના છે, જો કે તેમણે હજુ સુધી કોઈ ફાઈનલ નિર્ણય કર્યો નથી. જો કે તે આ અંગે ખૂબ જલ્દી નિર્ણય લઈ શકે છે. આગામી 17 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષ માટે યૂંટણી યોજાવાની છે.
શશી થરૂરે મલયાલમ સમાચાર પત્ર માતૃભૂમિમાં એક લેખ લખીને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચુંટણી કરાવવા માટે આહવાન કર્યું હતું. શશી થરૂરે તેમના આ લેખમાં કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની અનેક સીટો ભરવા માટે પણ પાર્ટીએ ચુંટણીની જાહેરાત કરવી જોઈએ. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને 2020માં પત્ર લખીને સંગઠનાત્મક સુધારાની માંગ કરનારા 23 નેતાઓના ગ્રૂપમાં થરૂર પણ સામેલ હતા.
થરૂરે કહ્યું કે પાર્ટીને સંપુર્ણપણે પુનર્જીવિત કરવાની જરૂર છે, જો કે તેમણે નેતૃત્વમાં જે ખાલી પદને ભરવા પર ભાર મુક્યો તેમાં સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ પ્રમુખ પદનો પણ સમાવેશ થાય છે.ગત લોકસભા ચુંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી સ્વિકારતા અધ્યક્ષ પદેથી રાજીનામું આપી આપી દીધું હતું. રાહુલ ગાંધીના રાજીનામાં બાદ સોનિયા ગાંધી હાલ પાર્ટીના વચગાળાના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.