કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી કાલે યોજાશે, મલ્લિકાર્જુન ખડગે અને શશી થરુર વચ્ચે છે મુકાબલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 18:47:56

કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખ પદ માટે ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આજે કોંગ્રેસના સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના ચેરમેન મધુસુદન મિસ્ત્રીએ ચૂંટણીનો આખો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આવતીકાલે 17 ઓક્ટોમ્બરના રોજ યોજનારા મતદાનમાં કોંગ્રેસના નેતાઓ મતદાન કરશે અને કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી કરશે. કોંગ્રેસના પ્રમુખ બનવા માટે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશી થરુર વચ્ચે સીધો મુકાબલો છે.  


ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ આ પ્રમાણે છે


કોંગ્રેસના અગ્રણી નેતા મધુસુદન મિસ્ત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ માટેની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમને વિગતો જણાવતાં કહ્યું કે, "સવારના 10 વાગ્યાથી મતદાન શરુ થશે જે સાંજના 4 વાગ્યા સુધી ચાલશે. તમામ રાજ્યના પ્રતિનિધિઓ તેમના સંબંધિત પોલિંગ બૂથમાં તેમની પસંદગીના ઉમેદવારને વોટ આપશે. ટીકનું ચિહ્ન કરીને મતદાન કરી શકાશે. મતદાનની પ્રક્રિયામાં કોઈ અડચણ ન પડે તેવી તમામ વ્યવસ્થા કરાઈ છે." 


મધુસુદન મિસ્ત્રીએ વધુમાં કહ્યું કે, "17 ઓક્ટોમ્બરે 4 વાગ્યે મતદાન પુર્ણ થશે અને એ પછી 18 ઓક્ટોબરે બેલેટ બોક્સ દિલ્હી પહોંચશે અને 19 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે. એઆઈસીસી ખાતે પણ પોલિંગ બૂથ બનાવાયા છે જ્યાં 50 લોકો મતદાન કરી શકશે."


પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ક્યાં મતદાન કરશે?


કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધી અત્યારે દક્ષિણ ભારતમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેથી રાહુલ ગાંધી કર્ણાટકના બેલ્લારીમાં મતદાન કરશે. બેલ્લારી ખાતે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન મથક બનાવામાં આવ્યું છે. પાર્ટીનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ દિલ્હીમાં મતદાન કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચૂંટણીના પરીણામ આવ્યા બાદ 22 વર્ષ પછી પ્રથમ વખત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ગાંધી પરીવારથી બહારના કોઈ નેતા કોંગ્રેસના અધ્યક્ષ બનશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?