કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીને લઈને ચાલી રાજકારણ ગરમાયું છે, કોંગ્રસના અગ્રણી નેતા મલ્લિકાર્જુન ખડગે પણ આ રેસમાં કૂદી પડ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના રાજ્યસભાના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે તેઓ થોડીવારમાં ઉમેદવારી પત્ર ભરશે. કોંગ્રેસ પ્રમુખ પદ માટેની આ સ્પર્ધા હવે રસપ્રદ બની રહી છે. આ દરમિયાન દિગ્વિજય સિંહે ચૂંટણી નહીં લડવાની વાત કરી છે. દિગ્વિજયે કહ્યું છે કે તેઓ ખડગેના સમર્થક બનશે. ખડગે પહેલા શશિ થરૂરે પણ પ્રમુખ પદ માટે ચૂંટણી લડવાની વાત કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદ માટે નોમિનેશનનો આજે છેલ્લો દિવસ છે. તમામ સંભવિત ઉમેદવારો આજે તેમના પેપર ફાઇલ કરશે.
થરૂર આજે તેમની દાવેદારી નોંધાવશે!
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે અત્યાર સુધી શશિ થરૂરનું નામ સામે આવ્યું છે. શશિ થરૂર આજે શુક્રવારે ઉમેદવારી નોંધાવશે. ઝારખંડમાં, ભૂતપૂર્વ પ્રધાન કેએન ત્રિપાઠીએ પણ પક્ષના ટોચના પદ માટે ઉમેદવારી પત્રોનો સમૂહ એકત્રિત કર્યો હતો. જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામ 19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.
ખડગેની એન્ટ્રીથી સ્પર્ધા તીવ્ર બની
મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી શકે છે. મલ્લિકાર્જુન ખડગે આજે સોનિયાને મળશે. મલ્લિકાર્જુનના પ્રમુખ પદ માટે લડવા અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. ખડગે 8 વખત ધારાસભ્ય, બે વખત લોકસભાના સાંસદ અને એક વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ 2019માં જ લોકસભાની ચૂંટણી હારી ગયા છે. ખડગે દલિત નેતા છે. તેઓ કર્ણાટકના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.