દિગ્વિજય સિંહે પણ પાર્ટી અધ્યક્ષ પદની રેસમાં ઝંપલાવ્યું ચૂંટણી રસાકસી ભરેલી રહેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 17:42:09

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની રેસમાંથી અશોક ગેહલોત બહાર થઈ ગયા બાદ હવે દિગ્વિજય સિંહે પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તેઓ પોતાની ઉમેદવારી ટુંક જ સમયમાં નોંધાવશે. હાલ દિગ્વિજયસિંહ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં ભાગ લઇ રહ્યા છે. હવે તેઓ આજે રાત્રે દિલ્હી પરત ફરશે અને કાલે તેઓ ઉમેદવારી નોંધાવશે.


ગેહલોતે પાર્ટી હાઈકમાનનો વિશ્વાસ ગુમાવ્યો


આ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં શશિ થરૂર અને અશોક ગહલોતના નામ સામે આવી રહ્યા હતા. જો કે રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની અંદર ચાલી રહેલા ધમાસાણ વચ્ચે અશોક ગેહલોત પાર્ટી હાઈકમાનનો વિશ્વાસ ગુમાવી ચૂંક્યા છે. તે હવે ચૂંટણી લડે તેમ નથી. બીજી તરફ શશિ થરૂરની ઉમેદવારી પાક્કી માનવામાં આવી રહી છે. તેઓ 30 સપ્ટેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે ઉમેદવારી કરવાનાં છે.


હવે ચાર ઉમેદવારો મેદાનમાં


અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીની રેસમાં મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલનું નામ પણ સામે આવ્યું હતું. આ લિસ્ટમાં દિગ્વિજયસિંહનું નામ ચર્ચાઈ રહ્યું હતું. જે હવે પાક્કું થઇ ચુક્યું છે. દિગ્વિજયસિંહ પાસે લાંબો સંગઠનાત્મક અનુભવ છે આ ઉપરાંત પ્રશાસનિક અનુભવ પણ છે. તેઓ બે વાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા છે. તેમની ગણત્રી ગાંધી પરીવારનાં વફાદારોમાં થાય છે.  દિગ્વિજયસિંહ અનેક વખત સંઘ અને તેમના હિન્દુત્વની વિરુદ્ધ અવાજ ઉઠાવી ચુક્યા છે. 


દિગ્વિજયસિંહ અનુભવી નેતા પણ નબળાઈઓ પણ ઘણી


જો કે તેમની ખામીઓ અંગે વાત કરીએ તો 2019 માં તેઓ પોતે ભોપાલમાંથી ચૂંટણી હારી ગયા હતા. નિવેદનબાજી મુદ્દે પણ તેઓ વારંવાર ચર્ચામાં આવતા રહે છે. ઘણીવાર આ નિવેદનના કારણે ન માત્ર પાર્ટી પરંતુ પોતે પણ અસહજ થઇ જાય છે. આ ઉપરાંત તેમના હિન્દુત્વ અંગેના કેટલાક વિવાદિત નિવેદનના કારણે જનસમર્થન પણ તેમનું ખુબ જ ઘટી ચુક્યું છે. પરિવારવારના આરોપોનો સામનો પણ તેઓ કરી રહ્યા છે. પોતાના પુત્ર અને ભાઇને રાજનીતિમા સેટ કરવાનો તેમના પર આરોપ લાગે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?