આખરે 24 વર્ષ બાદ કોંગ્રેસને બિન ગાંધી પ્રમુખ મળી ગયા છે. કોંગ્રેસ પ્રમુખ પદ માટે આજે મતગણતરી થઈ હતી. કોંગ્રેસ પ્રમુખ પદ માટે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરને સીધી હરીફાઈ હતી. મતગણતરીમાં મલ્લિકાર્જુન ખડગેને 7897 વોટ મળ્યા જ્યારે શશિ થરૂરને માત્ર 1072 વોટ મળ્યા હતા. જેમાં 80 વર્ષીય મલ્લિકાર્જુન ખડગે બાજી મારી ગયા હતા. ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાતા તેમના પર અભિનંદનનો વરસાદ થયો હતો. આ વખતે ગાંધી પરિવારનો કોઈ સભ્ય પ્રમુખ પદની રેસમાં સામેલ ન હતો. ખડગે અગાઉ સીતારામ કેસરી એવા પ્રમુખ હતા, જે ગાંધી પરિવારના નહોતા..#CongressPresidentElection | Mallikarjun Kharge wins the Congress presidential elections with 7897 votes, Shashi Tharoor got about 1000 votes; 416 votes rejected
— ANI (@ANI) October 19, 2022
(File photo) pic.twitter.com/fyBtRF9Tex