લલિત વસોયા અને કિરીટ પટેલે કોંગ્રેસ સામે રોષ વ્યક્ત કર્યો, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કરી આ ટકોર


  • Published By :
  • Published Date : 2023-03-12 16:29:36

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક કલહ કોઈ નવી વાત નથી, કોંગ્રેસના નેતાઓ અવારનવાર પાર્ટીની નિતી રીતિ સામે સવાલો કરતા જ રહે છે. જેમ કે કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ ધોરાજી બેઠકના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ મુદ્દે મોન તોડતા મીડિયા સમક્ષ પાર્ટી સાથેની નારાજગીના મુદ્દા વ્યક્ત કર્યાં હતા. લલિત વસોયા અને  કિરીટ પટેલે ફરી પોતાની જ પાર્ટી સામે રોષ વ્યક્ત કરતા કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલો આંતરકલહ ફરી સપાટી પર આવ્યો છે.અત્રે ઉલ્લેખનિય છે કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિત સંગઠનમાં વિલંબથી ઘણાં કોંગ્રેસીઓ નારાજ છે. 


લલિત વસોયા અને કિરીટ પટેલે શું કહ્યું?


લલિત વસોયા અને કિરીટ પટેલ છેલ્લા ઘણા સમયથી પક્ષ વિરોધી કામગીરી કરનારા લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. આ મુદ્દે લલિત વસાયોનું કહેવું છે કે "કેટલાક મુદ્દા છે, જે કોગ્રેસ હાઇકમાન્ડ સુધી પહોંચવા જોઇએ. આ મુદ્દે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, સંગઠન મજબુત નથી, કાર્યકરોની વાત સંગઠન કે હાઇકમાન્ડ સુધી પહોંચતી નથી. કોઇ સાંભળતુ નથી અને લોકસભાની ચૂંટણીને લઇને  કોંગ્રેસે હવે સક્રિય થવાની જરુર છે."


પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પક્ષ વિરોધી કામ કરતાં લોકો સામે પાર્ટીની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે "હાલનાં કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષથી ઘણી નારાજગી છે. પક્ષ દ્વારા ઝડપી કોઈ નિર્ણય લેવાતા નથી અમે ત્રણ ધારાસભ્યોએ પક્ષ વિરોધી કામ કરનાર સામે અમે લખીને આપ્યું છે. તો પણ તેઓની સામે પક્ષ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. પક્ષ વિરોધી કાર્યવાહી કરનાર સામે ઘણા લોકોએ લખીને આપ્યું છે તેમજ મૌખિક વાત પણ કરી છે. અમે લેખિતમાં જગદીશ ઠાકોરને આપ્યું છે. અને અમિત ચાવડાને પણ અને લખીને આપ્યું છે.  જો હજુ પણ તેઓની સામે પગલા લેવામાં નહીં આવે તો અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું. જેમણે ધારાસભ્યોને હરાવવાની કામગીરી કરી છે, તેમજ પક્ષ વિરોધી કામગીરી કરી છે.પાર્ટીની કાર્ય પદ્ધતિ જો નહી સુધરે તો કોઇ નવો નિર્ણય મક્કમપણે લેવો પડશે."


જગદીશ ઠાકોરે શું જવાબ આપ્યો?


કોંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ મુદ્દે જગદીશ ઠાકોરે કહ્યું કે, "કોંગ્રેસમાં કેટલાક મિત્રોને મીડિયા સમક્ષ વાત કરવાની ટેવ પડી ગઈ છે. એવા મિત્રોને વિનંતી કરું છું કે કઈ પણ વાત હોય તો આવો સામે. આંતરિક પ્રશ્નોની ચર્ચા માટે પક્ષનું નેતૃત્વ હંમેશા તૈયાર જ છે. શિસ્તના મુદ્દે બાંધછોડ નહીં ચાલે. વધુમાં તેમણે કોંગ્રેસના નેતાઓને ટકોર કરતા કહ્યું કે, કોઈ કહે એ રીતે જ પક્ષ ચાલવો જોઈએ તેવી માનસિકતામાંથી પક્ષના લોકોએ બહાર આવવું જોઈએ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.