ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના કારમા પરાજય થયો હતો. કોંગ્રેસની આ ઐતિહાસિક હાર બાદ AICC દ્વારા ખાસ ફે્ક્ટ ફાઇડીંગ સમિતિની રચના કરવામાં આવી હતી. આ ફેફ્ટ ફાઇડીંગ સમિતિમાં ત્રણ સભ્યોનો સમાવેશ કરાયો હતો. નિતિન રાઉતના અધ્યક્ષ સ્થાને બનેલી સમિતિમાં શકિલ અહેમદ અને સપ્તગીરી ઉલાકાનો કરાયો સમાવેશ હતો. આ સમિતિએ ખુબ જ ઝીણવટપૂર્વક પરાજયનો રીપોર્ટ કર્યો તૈયાર કર્યો છે. આ અહેવાલમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.
સંકલનનો સદંતર અભાવ?
ફેક્ટ ફાઇડીંગ સમિતિના સભ્યોએ રાજ્યના સ્થાનિક નેતાઓ તથા કાર્યકરો સાથે ચર્ચા કરી આ રિપોર્ટ તૈયાર કર્યો છે. ફેક્ટ ફાઇડીંગ સમિતિએ રીપોર્ટ બનાવવા માટે પાંચ બેઠક કરી હતી. સમિતિના સભ્યોએ અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે બેઠક કરી હતી. હાર પાછળના મોટા કારણો પૈકીનું એક AICC,ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે સંકલનનો સદંતર અભાવ હોવાનું જણાવ્યું છે. તે જ પ્રકારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કાંગ્રેસ વચ્ચે પણ સંકલનનો તદ્દન અભાવ હતો.
ચૂંટણી ફંડની વહેંચણીમાં વ્હાલા દવાલા
વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારોને આપવામાં આવતા ચૂંટણી ફંડમાં ગેરરિતી જોવા મળી છે. AICC દ્વારા આપવામાં આવેલા ચુંટણી ફંડ઼ની અનિયમિત વહેચણી કરવામાં આવી હતી. કેટલાક ઉમેદવારને ભરપુર માત્રામાં ફંડ મળ્યું તો કેટલાકને માત્ર 20 લાખ રૂપિયા જેટલું જ ફંડ મળ્યું હતું. તે ઉપરાંત પાર્ટી દ્વારા પૂરા પાડવામાં આવતા ચૂંટણી માટેના જરૂરી રીસોર્સ પણ ઉમેદવારો સુધી મોડા પહોંચ્યા હતા.
ઉમેદવારોની જાહેરાતમાં વિલંબ
વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારોની જાહેરાત ખુબ જ મોડી કરાઈ હતી. આ કારણે તેમને પ્રચાર-અભિયાન શરૂ કરવામાં ખુબ સમય લાગ્યો હતો.વળી ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે પણ સંકલનનો અભાવ હોવાથી ચૂંટણી દરમ્યાન પ્રચાર સાહિત્ય પણ સમયસર પહોંચી શક્યું નહોતું પહોંચ્યું. તે ઉપરાંત ઉમેદવારને તેમની મરજી પ્રમાણેના સ્ટાર પ્રચારકો પણ મળ્યા નહોતા. ગુજરાત કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી બુથ સમિતિઓ માત્ર કાગળ પર જ રહી હતી. તે જ પ્રકારે ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી પર પણ રિપોર્ટમાં અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ મુદ્દે ઉમેદવારોએ પણ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો.