Rajkot અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને! પહેલા ધરણા, આવતી કાલે કમિશ્નર ઓફિસનો ઘેરાવો.... Jignesh Mevani સહિત આ નેતાઓ રહી શકે છે હાજર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-14 13:47:28

થોડા સમય પહેલા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. તે આગમાં અનેક પરિવારના ચિરાગો બૂઝાઈ ગયા. અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા.. 27 લોકોના આ ઘટનામાં મોત થઈ ગયા..આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.. એસઆઈટીની રચના કરવામાં આવી પરંતુ તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે. પરિવારને ન્યાય મળે તે માટે જીગ્નેશ મેવાણી મેદાને છે. આવતી કાલે રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર દેખાવો કરવામાં આવશે.. તે ઉપરાંત 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે...  જીગ્નેશ મેવાણી સહિત અનેક નેતાઓ આવતી કાલે આ કાર્યક્રમમાં હાજર રહી શકે છે. તે સિવાય એવી માહિતી પણ સામે આવી છે કે ગેનીબેન ઠાકોર પણ આવતી કાલે આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. 

જ્યારે એસઆઈટીની રચના થાય છે ત્યારે...

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ થયા.. મૃતકોના પરિવારને ન્યાય નથી મળ્યો.. ન્યાયની ઝંખના મૃતકોના પરિવાર વાળા રાખી રહ્યા છે.. ઘટનાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. જ્યારે એસઆઈટીની રચના થાય છે ત્યારે ન્યાય મળશે તેવી આશા સામાન્ય રીતે રાખવામાં આવતી હોય છે.. પરંતુ અનેક આગળ બનેલી ઘટનાઓમાંથી જાણવા મળે છે કે એસઆઈટીની રચના તો થઈ જાય છે પરંતુ ન્યાય નથી મળતો.. 



અગ્નિકાંડને લઈ કોંગ્રેસે કર્યા હતા ધરણા 

વર્ષોના વર્ષો વિતી જાય છે પરંતુ પરિવાર ન્યાયની ઝંખના માટે તરસતો રહે છે. ત્યારે આ વખતે પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ મેદાને આવી છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસના નેતાઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ઉપવાસ કરવામાં આવ્યો હતો. મૃતકના પરિવાર દ્વારા પણ ન્યાયની માગ કરવામાં આવી રહી છે. આવતી કાલે રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર દેખાવો કરવામાં આવશે.. તે પછી 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે..    

આવતી કાલે રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર કોંગ્રેસ કરશે દેખાવો..

આવતી કાલે રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર દેખાવો કરવામાં આવશે.. સાથે સાથે અનેક માંગો પણ કરવામાં આવી છે. જીગ્નેશ મેવાણી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે - સમગ્ર રાજકોટમાં એક જ વાત છે કે અગ્નિકાંડમાં પણ મોરબીકાંડ અને તક્ષશીલા કાંડની જેમ કુલડીમાં ગોળ ભગાશે! અમને રાજકોટવાસીઓને નથી લાગતું કે, અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે! બાહોશ અને નોન કરપ્ટ અધિકારીઓની SIT ટીમ બનાવો, ફૂટેલી કારતૂસોની નહીં.!


ગુજરાત હાઈકોર્ટ દ્વારા અપનાવવામાં આવ્યું છે કડક વલણ

તે સિવાય એવી માગ પણ કરવામાં આવી છે કે પીડિત પરિવારોની મશ્કરી કરતા હોય એવું 4 લાખનું નહીં, 1 કરોડ વળતર આપો.. તે ઉપરાંત લખવામાં આવ્યું છે કે અમને પીડિતોને સુભાષ ત્રિવેદી વાળી SIT ના જોઈએ એટલે ના જ જોઈએ! મહત્વનું છે કે આ વખતે આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. તંત્રની ઝાટકણી કાઢવામાં આવી છે.. તે સિવાય ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું જેમાં રાજકોટ દુર્ઘટનાની વાત કરી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?