થોડા દિવસો પહેલા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. તે આગમાં અનેક પરિવારના ચિરાગો બૂઝાઈ ગયા. અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા.. 27 લોકોના આ ઘટનામાં મોત થઈ ગયા..આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.. આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં પણ ચાલી રહી છે.. મૃતકના પરિવાર ન્યાયની આશા રાખી રહ્યા છે.. સત્તાને આ ઘટનાને લઈ સવાલો થાય તે વ્યાજબી છે પરંતુ વિપક્ષને પણ સવાલો થવા જોઈએ. કારણ કે જનતાને લાગે છે કે વિપક્ષ તેમનો અવાજ બની શકે છે..
રાજકોટમાં કોંગ્રેસના નેતાઓએ રાખ્યો ધરણા કાર્યક્રમ
પરંતુ અનેક મુદ્દાઓ એવા છે જેને જોતા લાગે કે વિપક્ષ મુદ્દાઓને ઉઠાવવામાં નિષ્ફળ સાબિત થઈ.. વિપક્ષની જે ભૂમિકા હોય છે તેને નિભાવવામાં કાચી સાબિત થઈ.. જે દમથી, જે મજબુતાઈથી વિપક્ષના નેતાઓએ પ્રશ્ન ઉઠાવવો જોઈતો હતો તેવા પ્રશ્નો વિપક્ષ દ્વારા નથી ઉઠાવવામાં આવ્યા.. આ બધા વચ્ચે જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ધરણા પર બેઠા છે.
મહત્વનું છે કે જો વિપક્ષમાં ભાજપ હોત તો...
ત્યારે રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવી છે.. કોંગ્રેસ દ્વારા 72 કલાકના ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અલગ અલગ પ્લેકાર્ડ દર્શાવવી વિરોધ કરાઈ રહ્યો છે... રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે જો ભાજપ હમણાં વિપક્ષમાં હોત તો સરકાર પર એટલું પ્રેશર લઈ આવતા કે કાર્યવાહી કરવી પડતી.. ન્યાયની માગ સાથે ભાજપના નેતા રસ્તા પર આવી જતા અને કદાચ મૃતકના પરિવારને ન્યાય અપાવીને રહેતા.. વિપક્ષ હજી ગુજરાતમાં છે તે વાત સારી છે, તે વાત સાબિત થઈ..!