કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવાર માટે બીજી યાદી જાહેર કરવામાં આવી. પહેલી યાદીમાં ગુજરાતની એક બેઠક માટે પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ ગઈકાલે જાહેર કરવામાં આવેલી યાદીમાં ગુજરાતની અનેક બેઠકોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી દીધી છે જેમાં ગુજરાતની 24માંથી 7 બેઠકોનું ચિત્ર ક્લિયર છે. પરંતુ અનેક બેઠક એવી છે જેની ચર્ચા થઈ રહી છે. વલસાડ બેઠક અત્યારે ચર્ચામાં છે કારણ કે ત્યાંથી કોંગ્રેસે આંદોલનકારી નેતા અને હાલના વાંસદાના ધારાસભ્ય અંનત પટેલને મેદાને ઉતાર્યા છે.
ધારાસભ્યોને લોકસભા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે!
વલસાડ બેઠકનું સમીકરણ સમજીએ તો ત્યાં આદિવાસી , ઢોડીયા પટેલ, કોળી પટેલ, દેસાઈ અને હળપતિ સમાજનું પ્રભુત્વ વધારે છે જેના કારણે કોંગ્રેસ હાઇ કમાન્ડે અનંત પટેલને પસંદ કર્યા છે સાથે જ એક વાત ખૂબ ચર્ચામાં છે. આ બેઠક માટે કે વલસાડ જે જીત્યું એ ગુજરાત જીત્યું પરંતુ આ વખતે આ વાત સાચી પડશે કે કેમ એ જોવાનું છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે બે ધારાસભ્યોને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. અનંત પટેલ અને સિદ્ધાર્થ ચૌધરી બંને કોંગ્રેસના સીટિંગ ધારાસભ્યો તરીકે ગૃહમાં બેસે છે.અને કોંગ્રેસનો આંતરિક વિખવાદ જે હમેશા ચાલતો રહતો હોય છે એને થાળે પાડવા કોંગ્રેસે ચાલુ ધારાસભ્યોને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે.
શહેરી વિસ્તારમાં અનંત પટેલનું પ્રભુત્વ કેટલું?
અંનત પટેલની વાત કરીએ તો તે કોંગ્રેસના વાંસદાના પ્રમુખથી લઈને સરપંચ રહ્યા છે એટલે એની આસપાસના વિસ્તારથી એ વાકીફ છે પણ વલસાડ લોકસભા ખૂબ મોટો વિસ્તાર છે શહેરી વિસ્તારમાં અનંત પટેલનું પ્રભુત્વ કેટલું એ સવાલ છે અમે જ્યારે ન્યાય યાત્રામાં ગયા હતા ત્યારે અમે અનંત પટેલ સાથે વાત કરી હતી કે તમે લોકસભા લડવા તૈયાર છો કે નહીં અને લડશો તો જીતશો.