Congressને આત્મમંથન કરવાની જરૂર! કોંગ્રેસના 17 ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો તો ગયા, Loksabha Election પહેલા કોઈ બચશે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-07 10:41:03

કોંગ્રેસની હાલની પરિસ્થિતિ એવી છે કે એક સાંધે ત્યાં તેર તૂટે.. એક બાદ એક કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. પરમ દિવસે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસનો સાથ છોડી કેસરિયો ધારણ કર્યો છે. તે ઉપરાંત ગઈકાલે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. ગઈકાલે અરવિંદ લાડાણી ઉપરાંત કનુભાઈ કલસરિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને તેમણે કહ્યું કે મારે પણ અંતરાત્માનો અવાજ સાંભળવો પડ્યો. તેમનું કહેવું હતું કે તે ત્રણ મહિનાથી કોંગ્રેસમાં નિષ્ક્રીય છે. 

કોંગ્રેસના ધારાસભ્યો એક બાદ આપી રહ્યા છે રાજીનામું

કોંગ્રેસમાંથી જે નેતા જાય છે તે તો પક્ષ માટે ખરાબ વિચારી શકે છે, બોલી પણ શકે છે પરંતુ જ્યારે કોંગ્રેસમાંથી કોઈ દિગ્ગજ નેતા જાય છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એ પૂછવાનું જરૂરી નથી સમજતા કે કેમ આટલા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે? જે નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસને ઉભી કરવામાં, કોંગ્રેસને એક લેવલ સુધી પહોંચાડવામાં મદદ કરી છે પરંતુ તે જ નેતા જ્યારે પક્ષને છોડે તો કારણ પૂછવા માટે પણ તે નથી જતા. જ્યારે કોઈ નેતા કોંગ્રેસને છોડે તો તેમના માટે કોંગ્રેસ પક્ષ દ્વારા કહેવામાં આવે છે કે તે તો ભાજપના એજન્ટ છે, આરએસએસના એજન્ટ છે પરંતુ કોંગ્રેસને પણ એ વિચારવું પડશે કે શું વિપક્ષના નેતાઓ પણ પોતાની ફરજને નિષ્ઠતાથી નિભાવી રહ્યા છે?

લોકસભા ચૂંટણી સુધી કોઈ બચશે એ એક પ્રશ્ન? 

ગુજરાતમાં મજબૂત વિપક્ષ રહ્યો જ નથી જે સત્તાને પ્રશ્ન કરી શકે. એક સમયે જે નેતા ભાજપની નીતિઓ વિરૂદ્ધ બોલતા હતા તે જ  આજે ભાજપના , ભાજપની નીતિના ગુણગાન ગાય છે. કોંગ્રેસે એ વિચારવું પડશે કે શું કામ કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ જઈ રહ્યા છે. કોઈ ત્રુટી તો રહી હશે સંગઠનમાં જેને કારણે નેતાઓ ચૂંટણીના સમયમાં પક્ષને અલવિદા કહી રહ્યા છે. જે પ્રમાણે એક બાદ એક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે તે જોતા એક પ્રશ્ન છે કે લોકસભા ચૂંટણી સુધી કોઈ બચશે? 



કોંગ્રેસના 17 ધારાસભ્યોમાંથી ચાર ધારાસભ્યો તો ગયા!

કોંગ્રેસના 17 ઘારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો તો ગયા પરંતુ હજી પણ ધારાસભ્યો જઈ શકે છે તેવી સંભાવનાઓ છે. જ્યારે કોઈ ધારાસભ્યના નામ અંગેની ચર્ચા થતી હોય અને તેના જવાબ માટે જ્યારે તેમને ફોન કરવામાં આવે તો તે ના પાડતા હોય છે પરંતુ બીજા જ દિવસે એવા સમાચાર આવે કે તે ધારાસભ્ય તો, તે નેતા તો ભાજપમાં જોડાવાના છે. શું નેતાઓના ના ને હા માનવી?  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?