આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી ચૂંટણીને લઈ તૈયારીઓમાં લાગી ગઈ છે. કોંગ્રેસ દ્વારા પણ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ રહી છે. સરકાર પર પ્રહાર કરવાનો મોકો નથી છોડવામાં આવતો. રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી પર તેમજ ભાજપની સરકાર પર આકરા પ્રહાર અનેક વખત કર્યા છે. આ બધા વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ એક નિવેદન આપ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ રેલીને સંબોધતા આશંકા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી જીતે છે તો આ દેશની અંતિમ ચૂંટણી હશે. 2024ની લોકસભા ચૂંટણી લોકો માટે લોકતંત્ર બચાવવાની અંતિમ તક છે.
મણિપુર મુદ્દે રાહુલ ગાંધીએ પીએમ મોદીને કર્યા છે સવાલ!
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાય છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ જશે આવનાર સમયમાં. એક તરફ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે તો બીજી તરફ આગામી સમયમાં ભાજપ પણ ચૂંટણી પ્રચાર શરૂ કરશે. મણિપુરમાં ભડકેલી હિંસાને લઈ રાહુલ ગાંધીએ અનેક વખત ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. પીએમ મોદી મણિપુર કેમ નથી ગયા તેવા પ્રશ્ન અનેક વખત રાહુલ ગાંધી દ્વારા પૂછવામાં આવ્યા છે.
નરેન્દ્ર મોદી અને ચૂંટણીને લઈ મલ્લિકાર્જુન ખડગેએ કહી આ વાત!
અલગ અલગ મુદ્દાઓને લઈ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. ત્યારે એક રેલીને સંબોધતી વખતે મલ્લિકાર્જુન ખડગે એક નિવેદન આપ્યું છે. જેમાં તે કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી જીતે છે તો આ દેશની અંતિમ ચૂંટણી હશે. નરેન્દ્ર મોદી લોકોને ડરાવી ધમકાવીને પોતાની તરફ કરી રહ્યા છે. તે ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ બેરોજગારીને લઈને પણ રેલીમાં વાત કરી હતી.