ગઈકાલથી દરેક જગ્યાઓ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રેમલગ્નને લઈ આપેલા નિવેદનને લઈ ચર્ચાઓ થઈ રહી છે. એક કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી અને તેમાં કહ્યું હતું કે માતા પિતાની સહમતિથી પ્રેમ લગ્ન થવા જોઈએ. તેમણે કહ્યું કે બંધારણ ન નડે એવી રીતે વ્યવસ્થા કરીશું. સીએમના એક નિવેદનથી એવી ચર્ચાઓ થવા લાગી કે આગામી સમયમાં આ મામલે કોઈ કાયદો આવી શકે છે. આ ચર્ચાઓ દરમિયાન કોઈ સીએમના સમર્થનમાં હોવાની વાત કરી રહ્યું છે તો કોઈ તેમના નિવેદનથી નાખુશ હોય તેવું લાગી રહ્યું છે.
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આવ્યા સમર્થનમાં
મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલા નિવેદનના સમર્થનમાં કોંગ્રેસના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા આવ્યા હતા. આ મામલે તેમણે ટ્વિટ કર્યું કે પ્રેમ લગ્નમાં માતાપિતાની અવગણના કરવામાં આવે છે ત્યારે બંધારણ ના નડે એ રીતે પ્રેમ લગ્ન બાબતે ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવા સરકાર વિચાર કરી રહી છે. લવ મેરેજમાં વાલીની મંજૂરી ફરજિયાત કરવા અંગે અભ્યાસ કરવાની સીએમએ ખાતરી આપી છે. તે ઉપરાંત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ આ વાતને સમર્થન આપ્યું છે.