રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થતાં આખા દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત કોર્ટે સજા ફટકાર્યા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું. આખા દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કાળા કપડાં પહેરી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા હતા. ધારાસભ્યોએ કાળા કપડાં પહેરી અને પ્લેકાર્ડ લઈ વિરોધ દર્શાવ્યો હતો. ગુજરાત સિવાય અનેક જગ્યાઓ પર કોંગ્રેસ દ્વારા આ પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસના ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ
હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ અનેક મુદ્દાઓેને લઈ સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થઈ તે મુદ્દો આજે સંસદમાં ઉઠ્યો હતો. કોંગ્રેસના સાંસદો કાળા કપડાં પહેરી સંસદ પહોંચ્યા છે અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કાળા કપડાં પહેરી કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા હતા. જે બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો. ઉપરાંત મોદી-અદાણીને લઈ નારા પણ લગાવવામાં આવ્યા હતા. વધતા વિરોધને લઈ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.