Gujarat Vidhansabhaમાં TET-TAT પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો Congressના ધારાસભ્યએ ઉઠાવ્યો.. જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-29 11:01:09

ગુજરાતમાં શિક્ષકોની કમી છે તે આપણે જાણીએ છીએ. અનેક શાળાઓ એવી છે કે જે એક શિક્ષકના આધારે ચાલે છે. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઘણા સમયથી કરી રહ્યા છે. કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં ઉઠાવ્યો હતો. સરકારે ભરતી અંગેનો આંકડો રજૂ કર્યો હતો.


આટલા લાખ ઉમેદવારો છે શિક્ષક બનવા યોગ્ય!

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિધાનસભામાં કબૂલ્યું હતું કે ટેટ-1 પાસ 39395 એને ટેટ-2 પાસ 2,35,956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય છે, પરીક્ષાઓ પાસ કરી છે. શિક્ષકોની જગ્યા ખાલી હોવા છતાંય ભરતી નથી કરવામાં આવી તે અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 



ક્યારે કરવામાં આવી હતી ભરતી? 

તે ઉપરાંત છેલ્લા બે વર્ષમાં કેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે તે પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે 2022માં ટેટ-1 પાસ થયેલા 2300 અને ટેટ-2 પાસ થયેલા 3378 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે, જ્યારે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં કોઈ ભરતી થયેલી નથી. એવી જ રીતે 2023માં પણ એક પણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ડેટ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી. મહત્વનું છે કે શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે પરંતુ ભરતી કરવામાં નથી આવી.  


સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે ઉમેદવારોએ કર્યા અનેક પ્રયત્ન  

વિદ્યાર્થીઓ ભણે તે માટે અનેક યોજનાઓ લાવવામાં આવતી હોય છે. ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવી યોજનાઓ લાવવામાં આવી છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો નથી. ભણવા માટે વિદ્યાર્થીઓ આવે છે પરંતુ ભણાવવા માટે શિક્ષકો નથી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે, પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચી રહ્યો. 


કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં ઉઠાવ્યો પ્રશ્ન

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ અનેક વખત શિક્ષકોની ભરતીને લઈ પ્રશ્ન ઉઠાવ્યા છે. શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે તેવા પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. અનેક વખત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ આ પ્રશ્ન ઉઠાવ્યો છે અને આજે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારોને લઈ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો છે. ગાંધીનગરમાં પણ તેઓ આંદોલન કરવા પહોંચ્યા હતા પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવતો ન હતો. 




29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.