કોંગ્રેસે ટિકિટ કાપતા ધારાસભ્ય નિરંજન પટેલે રાજીનામું આપ્યું


  • Published By :
  • Published Date : 2022-11-16 23:19:16

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પંજો મૂક્યો છે ત્યારે તેમાં વધુ એક નામનો સરવાળો થઈ ગયો છે. આણંદ જિલ્લાની પેટલાદ વિધાનસભાથી ધારાસભ્ય નિરંજન પટેલે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. 


પેટલાદના નિરંજન પટેલનું રાજીનામું 

પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલને ટિકિટ ના મળતા તેમણે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને નિરંજન પટેલે રાજીનામું આપ્યાની સત્તાવાર જાહેરાત કરી છે. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, "પેટલાદના ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ સહિતના તમામ પદ પરથી રાજીનામું આપું છું."  


ટિકિટ ના મળતા ધરી દીધું રાજીનામું 

ક્ષત્રિયોની બેઠક ગણાતી પેટલાદ બેઠક પર 1990થી કોંગ્રેસનું રાજ ચાલે છે. આ વખતે કોંગ્રેસે નવો અખતરો કર્યો હતો અને ધારાસભ્ય નિરંજન પટેલનું પત્તુ કાપ્યું હતું. પોતાને રિપિટ ના કરતા નિરંજન પટેલ કોંગ્રેસથી નારાજ થઈ ગયા હતા. નિરંજન પટેલ પેટલાદ બેઠક પર છ ટર્મથી ધારાસભ્ય રહેલા હતા. આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે યુવા કાર્યકર ડૉ. પ્રકાશ પરમારને ઉમેદવાર બનાવતા નિરંજન પટેલને ખટક્યું હતું અને ગઈકાલથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા. 


હવે નિરંજન પટેલ ભાજપ સાથે કયો દાવ રમશે તે જોવાનું રહેશે પણ હાલ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના ઘણા ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?