બ્રેકિગ ન્યૂઝ: કોંગ્રેસમાં ફરી ગાબડું, બે ધારાસભ્યો આજે રાજીનામું આપે તેવી શક્યતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 17:24:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણમાં આયારામ ગયારામ શરૂ થઈ ગયું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્ય કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડશે. કોંગ્રેસના બે ધારાસભ્યો આજે રાજીનામું આપી શકે છે.  ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન આ બે ધારાસભ્યો સાથે તેમની ચર્ચા થઈ હતી. 


રાજીનામાંની ચર્ચાથી રાજકારણ ગરમાયું


કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાની ચર્ચાને કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. જોકે, કયા બે ધારાસભ્યો રાજીનામું આપે છે, તે  આજ સાંજ સુધી સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન જુનાગઢની આસપાસનાં એક ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા આશંકા વધુ તેજ બની છે. મળતી માહિતી મુજબ એ બંને ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. 




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.