પાટણ બેઠકના કોંગ્રેસના MLA કિરીટ પટેલે રાજીનામાની ચીમકી આપતા રાજકારણ ગરમાયું, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-12-20 21:21:51

ગુજરાતમાં રાજીનામાની મોસમ પૂરબહારમાં ખીલી છે, આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસના ધારાસભ્યો પણ રાજીનામા આપી રહ્યા છે. ખંભાત બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યાને હજી ગણતરીના કલાકો જ થયા છે ત્યારે હવે કૉંગ્રેસના વધુ એક ધારાસભ્ય પક્ષથી નારાજ હોવાનું સામે આવતા પાર્ટીની સ્થિતિ કફોડી બની છે. કૉંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું હતું કે, મેં છ મહિના પહેલાં જ પાર્ટીને લેખિતમાં કહ્યું છે કે, મારી માગણી નહીં સંતોષાય તો હું પક્ષમાંથી રાજીનામું ધરી દઈશ. કિરીટ પટેલે પાર્ટીમાં નિર્ણય શક્તિનો અભાવ હોવાની પણ વાત કરી ખૂલીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કિરીટ પટેલના આ નિવેદનના કારણે કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે. 


કિરીટ પટેલેનો રોષ શા માટે?


પાટણ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે, નારાજગી અંગે સ્પષ્ટતા કરતા કિરીટ પટેલે કહ્યું કે, કોંગ્રેસ પક્ષે મને બે વાર ધારાસભ્ય બનાવ્યો છે એટલે પક્ષ સામે નારાજગીનો કોઇ પ્રશ્ન નથી. પરંતુ પક્ષના કેટલાક હોદ્દેદારોથી નારાજ છું. ધારાસભ્ય કિરીટ પટેલે આરોપ મૂક્યો કે, અમને હરાવવાના પ્રયત્ન કરનારને પક્ષમાં હોદ્દા અપાયા છે. ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિ રૂપિયા લઈને કરવામાં આવી છે અને આવા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર વિરૂદ્ધ અમે પ્રદેશ કક્ષાએ અનેક રજૂઆત કરી છે, છતાં કોઇ પગલા લેવામાં આવ્યાં નથી. આ સાથે કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી છે કે, જો ટુંક સમયમાં અમારી માગ પૂરી કરવામાં નહીં આવે તોચોક્કસ રાજીનામું આપીશું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?