કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાના સવાલના જવાબમાં સરકારે સ્વિકાર્યું, ખેડૂતોની આવકની ગણતરી કરવા કોઈ વ્યવસ્થા જ નથી


  • Published By :
  • Published Date : 2023-09-18 15:13:24

રાજ્યની ભાજપ સરકાર અને પાર્ટીના નેતાઓએ અનેક વખત જાહેરમાં દાવો કર્યો છે કે તેમની સરકારે ખેડૂતોની આવક બમણી કરી છે. ત્યારે સવાલ થાય કે સરકાર કયા માપદંડોના આધારે આ પ્રકારના દાવા કરે છે. સરકાર પાસે આ ગણતરી કરવા માટે શું સિસ્ટમ છે? જો કે આજે રાજ્ય સરકારે આ અંગે મહત્વનો ખુલાસો કર્યો છે. કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડાએ વિધાનસભામાં ખેડૂતોની આવક વધી તે મુદ્દે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો ત્યારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરમાં સ્વીકાર્યું હતું કે સરકાર પાસે આવી કોઈ વ્યવસ્થા તંત્ર જ નથી. 


સી.જે. ચાવડાએ શું પ્રશ્ન પૂછ્યો હતો 


(1)31 માર્ચ 2023ની સ્થિતિએ વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય સરકારે કેવા પગલાં લીધા? (2)વર્ષ 2022 અંતે ખેડૂતોની આવક બમણી કરવા લક્ષ્યાંક સિદ્ધ થયો કે કેમ? (3)જો લક્ષ્યાંક સિદ્ધ થયો ન હોય તો તેના કારણો શા છે?


કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપ્યો આ જવાબ?


કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાના સવાલનો જવાબ આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, 31 માર્ચ 2023ની સ્થિતિએ વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી તેમજ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચાડી અને સઘન વિસ્તરણ પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ પગલા લીધા છે. સરકાર ખેત ઉત્પાદનમાં વધારો કરવાની સાથેસાથે અન્ય કૃષિલક્ષી બાબતોમાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ખેતી હેઠળનો વિસ્તાર વધારવો, ખેત ઉત્પાદકતા વધારવી, ખેતી ખર્ચ ઘટાડવો, સંશાધન ક્ષમતા ઊભી કરવી, ખેડૂતોની ખેત પેદાશોના પૂરતા ભાવ મળવા હાઈટેક બાગાયતને પ્રોત્સાહન, ડેરી પશુપાલનનો વિકાસ, જોખમ વ્યવસ્થાપન, સ્કિસ અપગ્રેડેશન, એગ્રો પ્રોસેસિંગ માટે સુવિધા ઊભી કરવી, સ્ટોરેજ વેરહાઉસ સુવિધા ઊભી કરવી, નવીન ટેક્નોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, કૃષિ સંલગ્ન પૂરક વ્યવસાયને પ્રોત્સાહન અને પૂરક રોજગારીની તક ઊભી કરવી, મૂલ્ય વૃદ્ધિ વગેરે જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી, સઘન સરકાર ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે. આમ, ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે અને જે લક્ષ્યાંક સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ છે.


ગણતરી માટે કોઈ વ્યવસ્થા તંત્ર નથી


જો કે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોની આવક ગણતરી કરવા માટે કોઈ વ્યવસ્થા તંત્ર નથી તથા નાણાકીય વર્ષ 2022-23 પૂર્ણ થયેલ ન હોય રાજ્યની કોઈ આંકડાકીય માહિતી પ્રસિદ્ધ થઈ નથી, તેવું પણ કહ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત થતા સામાજિક, આર્થિક સમીક્ષા પ્રકાશન મુજબ ગુજરાત રાજ્યની વર્ષ 2011-12ના ચાલુ ભાવે, વર્ષ 2011-12થી વર્ષ 2021-22 (ઝડપી અંદાજો)ના સમયગાળાનું રાજ્યનું કૃષિ ક્ષેત્ર (પશુપાલન ક્ષેત્ર સહિત)નું એકંદર ઘરઘથ્થું ઉત્પાદન 98015 કરોડથી વધીને 2,34,316 કરોડ થયેલ છે. જે દર્શાવે છે કે, વર્ષો વર્ષ ઘરગથ્થુ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે અને સરકારના સંકલ્પની સિદ્ધિ થઈ છે. આમ, એકંદરે ખેડૂતોની આવકમાં વધારો થયો છે તેવું સરકારનું માનવું છે. જો કે વાસ્તવિકતા જોઈએ રાજ્યમાં ખેડૂતોની હાલત દયનિય છે અને તેમને બિયારણ કે ખાતર માટે પણ લાઈનોમાં ઉભું રહેવું પડે છે તેમ છતાં તેમને ખાતર મળતું નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?