ગુજરાતની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ અનેક બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યા. ઉમેદવારોને લઈ મનોમંથન ચાલી રહ્યું છે તેવું લાગે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ત્રણ બેઠકો પર ઉમેદવારોના નામ ફાઈનલ જેવા છે.. મીડિયા રિપોર્ટ અનુસાર સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણા, અમદાવાદ પૂર્વમાં દલસુખ પટેલ તેમજ જૂનાગઢમાં હીરા જોટવાના નામની ચર્ચા ચાલી રહી છે.. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નામ ફાઈનલ જેવા જ છે અને ગમે ત્યારે આ નામોની જાહેરાત થઈ શકે છે...
પાર્ટીમાં ચાલતો આંતરિક વિખવાદ ખુલ્લીને બહાર આવ્યો!
લોકસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. 26 ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે પરંતુ નામ જાહેર થયા બાદ ભાજપમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. અનેક બેઠકો પર જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે.. પાર્ટીમાં ચાલતો આંતરિક વિવાદ ખુલ્લીને બહાર આવી રહ્યો છે. જે પરિસ્થિતિ હાલ ભાજપમાં જોવા મળી રહી છે તેવી પરિસ્થિતિ અંગે ભાજપના નેતાઓએ કદાચ કલ્પના પણ નહીં કરી હોય અનેક જગ્યાઓ પર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે.
આ બેઠકો પર કોંગ્રેસ આમને ઉતારી શકે છે ચૂંટણી મેદાનમાં
આ બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. ભાજપ દ્વારા 26 બેઠકો પર ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી ગઈ છે ત્યારે કોંગ્રેસ આગામી દિવસોમાં બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. અનેક નામોની ચર્ચાઓ થઈ રહી છે જેમને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકે છે. ગુજરાતમાં બાકી રહેલી બેઠકોમાંથી ત્રણ બેઠકો એવી છે જ્યાં ઉમેદવાર નક્કી જેવા જ છે. મીડિયા રિપોર્ટ અનુસાર સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણા, અમદાવાદ પૂર્વમાં દલસુખ પટેલ તેમજ જૂનાગઢમાં હીરા જોટવાના નામની ચર્ચા ચાલી રહી છે.. આ બેઠકો પર અનેક નામોની ચર્ચાઓ થઈ રહી હતી પરંતુ આ ત્રણ ઉમેદવારોના નામ ફાઈનલ જેવા માનવામાં આવી રહ્યા છે. આ લોકોના નામ રેસમાં આગળ ચાલી રહ્યા છે.
આ બેઠકો પર ઉમેદવાર જાહેર કરવા કોંગ્રેસમાં ચાલી રહ્યું છે મનોમંથન!
મહત્વનું છે કે સાત બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. તેમાં અમદાવાદ પૂર્વ, મહેસાણા, નવસારી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ વડોદરા બેઠકનો સમાવેશ થાય છે. ત્રણ બેઠકો પર ઉમેદવારોના નામ ફાઈલન જેવા છે પરંતુ બાકી રહેલી બેઠકો માટે કોંગ્રેસ પાર્ટી અસમંજસમાં હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે ગુજરાતની 26 બેઠકો માટે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે.. ભરૂચ તેમજ ભાવનગર સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી અને બાકીની રહેલી બેઠકો પર કોંગ્રેસ તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ટૂંક સમયમાં કોંગ્રેસ બાકી રહેલા ઉમેદવારોના નામની ઘોષણા કરી શકે છે... ત્યારે જોવું રહ્યું કોંગ્રેસ પાર્ટી કોને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરે છે...?