Congress આવતી કાલે Gujaratની બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામની કરી શકે છે જાહેરાત, જાણો બાકીની 7 બેઠકો પર કયા ચેહરાઓને મળી શકે છે તક?


  • Published By :
  • Published Date : 2024-03-29 17:41:07

લોકસભા 2024ની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ તમામ ૨૬ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે , તો આ તરફ કોંગ્રેસ પાર્ટીના 7 બેઠકો પરના ઉમેદવારો માટે મનોમંથન કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેકશન કમિટીમાં ચાલી રહ્યું છે. બાકી રહેલી ૭ બેઠકોની વાત કરીએ તો તે છે અમદાવાદ પૂર્વ, મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, નવસારી , સુરેન્દ્રનગર અને વડોદરા. આ બેઠકો પર ૩૦ તારીખ સુધીમાં એટલે કે આવતી કાલ સુધીમાં નામોની જાહેરાત કરવામાં આવી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તે પહેલા અનેક સંભવિત નામોની ચર્ચા થઈ રહી છે કે તેઓ ઉમેદવાર હોઈ શકે છે... 


 

અમદાવાદ પૂર્વમાં આમને મળી શકે ઉમેદવાર તરીકે તર્ક  

સૌ પ્રથમ વાત કરીએ જૂનાગઢ બેઠકની સંભવિત ઉમેદવાર તરીકે જલ્પા ચુડાસમા કે જેઓ કોળી સમાજના છે તેમનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. તેઓ હાલના સોમનાથના વર્તમાન MLA વિમલ ચુડાસમાના પત્ની છે. ચોરવાડ નગરપાલિકાના બે ટર્મથી પ્રમુખ છે તેમને ટિકિટ આપવા કોંગ્રેસના કાર્યકરોએ માંગ કરી છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિમ્મત સિંહ પટેલને કોંગ્રેસ પાર્ટી ટિકીટ આપી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તેઓ બાપુનગરના MLA રહી ચુક્યા છે અને અમદાવાદના મેયર પણ રહી ચુક્યા છે  , તમને કહી દઈએ કે અગાઉ કોંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વથી  ટિકિટ આપી હતી પણ હવે તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે . 


આ પૂર્વ ધારાસભ્ય હોઈ શકે છે લોકસભા બેઠક માટે ઉમેદવાર    

વાત કરીએ  મહેસાણા લોકસભા પરથી BJPના હરિભાઈ પટેલની સામે બળદેવજી ઠાકોરને કોંગ્રેસ ટિકીટ આપી શકે છે. તેઓ કલોલ વિધાનસભા બેઠકના MLA પણ રહી ચુક્યા છે. તેમની લડાયક નેતા તરીકેની આખા મહેસાણામાં છાપ છે. અહીં કોંગ્રેસ પાર્ટી ઠાકોર કાર્ડ રમી શકે છે. તે ઉપરાંત વાત કરીએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની તો કોંગ્રેસ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને ટિકીટ મળી શકે છે. તેઓ તળપદા કોળી સમાજના છે. BJPએ ચંદુભાઈ શિહોરા કે જે ચુવાળિયા કોળી સમાજના આગેવાન છે તેમને ટિકિટ આપી છે. 



કોણ હોઈ શકે છે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર? 

નવસારી લોકસભા પરથી કોંગ્રેસ ગુજરાત BJPના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સામે કોળી સમાજના શૈલેષ પટેલને ઉતારી શકે છે. તેઓ વી.એસ.કોલેજના જનરલ સેક્રેટરી રહી ચુક્યા છે અને ડેપ્યુટી સરપંચ પણ રહી ચુક્યા છે. અને ચીખલી તાલુકાના કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ છે. આ શૈલષ પટેલની કોળી સમાજમાં તો પકડ છે જ પણ આદિવાસી સમાજમાં પણ સારી એવી પકડ છે. વાત કરીએ રાજકોટ બેઠકની તો ત્યાંથી કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું હતું પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે જેને કારણે કોંગ્રેસને બીજો ચહેરો શોધવો પડશે..રાજકોટ પરથી BJPના પરષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ હિતેશ વોરાને ટિકિટ આપી શકે છે. ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ કોને ટિકીટ આપે છે? 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.