વિધાનસભા ચૂંટણીમાં માંછીમારોને આકર્ષવા માટે કોંગ્રેસે કરી જાહેરાતોની લ્હાણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 15:20:08

રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ રાજકીય પક્ષો સમાજના વિવિધ વર્ગોને આકર્ષવા માટે લલચામણી જાહેરાતો કરવા લાગ્યા છે. માંછીમારો માટે કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. જગદીશ ઠાકોર અને અર્જુન મોઢવાડિયાએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે, 'માછીમાર વસાહતો માટે માછીમાર આવાસ યોજના શરૂ કરાશે. જેમાં માંછીમારોની વસ્તી ધરાવતા દરેક ગામ અને શહેરમાં દરેક માછીમારને ઘરનું ઘર મળી રહે તે માટે માંછીમારો માટેની અલગ વસાહતો ઊભી કરાશે. એ સિવાય માંછીમારોના બાળકો માટે શિષ્યવૃત્તિની યોજના પણ શરૂ કરાશે. જામનગર, પોરબંદર, સલાયા, વેરાવળ, માંગરોળ અને માંડવી વગેરે બંદરો ઉપર દેશી વહાણ બાંધવાના યાર્ડોને આધુનિક બનાવાશે. દેશી વહાણો મારફતે આંતરદેશીય હેર-ફેરની ખાસ પ્રોત્સાહન યોજના જાહેર કરાશે. તેમજ માછીમારી ક્ષમતાનો પૂરો વિકાસ અને સંકલન માટે ગુજરાત મેરીટાઈન બોર્ડની તર્જ ઉપર માંછીમારો અને નિષ્ણાંતોનું પ્રતિનિધિત્વ ધરાવતા 'માછીમાર વિકાસ બોર્ડ'ની પણ રચના કરાશે.'


માંછીમારો માટે કોંગ્રેસે કરી આ મહત્વની જાહેરાત


કોંગ્રેસના સંકલ્પપત્રમાં માંછીમાર બોટ માટે વાર્ષિક 30  હજાર લિટર સેલ્સ ટેક્સ મુક્ત ડીઝલ, પીલાણા-ફાઈબર બોટ માટે 4000 હજાર લિટર સેલ્સ ટેક્સ મુક્ત પેટ્રોલ, પીલાણામાં નવા પેટ્રોલ એન્જીન માટે રૂપિયા એક લાખની સબસિડી, પાકિસ્તાનની જેલમાં રહેલ માછીમાર માટે દૈનિક 400 રૂપિયાનું ભથ્થું તથા પાકિસ્તાનના કબ્જામાં રહેલ બોટના માલિકને રૂપિયા 50 લાખનું પેકેજ, માંછીમારો માટે નવી આવાસ યોજના, બાળકો માટે શિષ્યવૃત્તિ, દરેક મત્સ્ય બંદરો પર ''મત્સ્ય વ્યાપાર ઝોન'', પ્રોસેસિંગ પ્લાન્ટો અને કોલ્ડ સ્ટોરેજ મારે આર્થિક સહાય કરાશે. દેશી વહાણવટા માટે પ્રોત્સાહન સહિતના 14 મુદ્દાના સંકલ્પની જાહેરાત કરી હતી.



પરંપરાગત માંછીમારીને અપાશે પ્રોત્સાહન


ઈનલેન્ડ ફીશરીઝ-તળાવો-ડેમમાં માછીમારી માટે પરંપરાગત માંછીમારોની સહકારી મંડળીઓને અગ્રતા પરંપરાગત માછીમારી કરતા સમયુદાયોની રોજી રોટી જળવાઈ રહે તથા તેમની ક્ષમતાનો વિકાસ થાય તે માટે તળાવો-ડેમોમાં માછીમારી માટેના ઈજારામાં માછીમાર સમુદાયોની સહકારી મંડળીઓને અગ્રતા આપવાની નીતિ 2022માં બનનારી કોંગ્રેસ સરકાર અપનાવશે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.