ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. બીજા તબક્કાની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે. 93 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. મતદાન શરૂ થતા અનેક દિગ્ગજ નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓએ મતદાન કર્યું છે. ત્યારે કોંગેસના નેતા ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
ગુજરાતમાં 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન યોજાયું હતું. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ થયું હતું અને બીજી તબક્કાનું મતદાન આજે એટલે કે પાંચમી ડિસેમ્બરના રોજ થઈ રહ્યું છે. આજે 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. અનેક ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ દેદરડા ખાતેથી મતદાન કર્યું હતું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાએ આંકલાવ કેશવપુરા પ્રાથમિક શાળાથી મતદાન કર્યું હતું.