ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.. અનેક વિસ્તારો એવા હતા જ્યાં વરસાદ જલ્દી શાંત થાય તેની પ્રાર્થના લોકો કરી રહ્યા હતા. સુરત, વડોદરા, સૌરાષ્ટ્ર, પોરબંદર સહિતના વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું.. પાણી ભરાઈ જવાને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે કોંગ્રેસનું એક ડેલિગેશન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યું છે. ત્યારે એક ડેલિગેશન પોરબંદર પણ ગયું હતું.
કોંગ્રેસ ડેલિગેશને કહ્યું કે...
પોરબંદરની મુલાકાતે ગયેલા કોંગ્રેસના ડેલિગેશને જણાવ્યું હતું કે ભાજપ સરકારના ભ્રષ્ટાચારને કારણે શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ ગરીબોને પ્લોટની ફાળવણી કરી જેને કારણે જરૂરીયાતમંદ લોકોને પેશકદમી કરવી પડી છે. પોરબંદર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે ભારે નુકશાન થયું છે. તેમજ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ લોકોએ લીધી પોરબંદરની મુલાકાત
પાણીથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોગ્રસનું ડેલીગેશન પોરબંદરની મુલાકાતે આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સભ્ય હીરા જોટવા, જસવંતી બાબી, મહિલા કોંગ્રેસ અગ્રણી જશીબેન બારડ, સોમનાથ જિલ્લા સંગઠન પ્રમુખ કરશન બારડ, પોરબંદર પ્રભારી જ્યકર ચોટાઈ સહિતના આગેવાનો જોડાયા હતા.અને પોરબંદર શહેરના છાયા વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકોની સમસ્યા સાંભળી હતી.
વરસાદી પાણીએ સર્જી તારાજી
મહત્વનું છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદી પાણી ભરાઈ જતા જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા તો ઉતરી ગયા પરંતુ તે પછી કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે તમારે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..