આદિવાસી નેતા અનંત પટેલ ઉપર હુમલા થયા બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. તેમના પર હુમલા થયા બાદ કોંગ્રેસ અલગ અલગ કાર્યક્રમો કરી પોતાનો વિરોધ દર્શાવી રહી છે. ભાજપના ઈશારે અનંત પટેલ પર હુમલો થયો હતો તેવી વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ચોક વિસ્તારમાં ગાંધીજીની પ્રતિમા નીચે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
શાંતિપૂર્ણ રીતે કોંગ્રેસ નોંધાવી રહી હતી વિરોધ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. પ્રચાર કરવા તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોલ લગાવી રહી છે. ભાજપ અને આપ તમામ પ્રકારે પ્રચાર કરવામાં લાગી ગયો છે. આ બધા વચ્ચે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. જેને લઈ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આ હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોતાનો વિરોધ દર્શાવવા કોંગ્રેસ દ્વારા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે સુરત ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પોલીસે કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત
સત્તા પક્ષને સદબુદ્ધિ આવે તે હેતુથી સુરત ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સત્તાનો દુરુપયોગ ન કરીને કાયદો વ્યવસ્થા જળવાય તેના માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ ધરણા કરી રહેલા તમામ કોંગ્રી કાર્યકરોની અટકાયત કરી દેવામાં આવી હતી. શાંતિનો ભંગ ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જેને કારણે 9 દિવસ દરમિયાન રેલી તેમજ સરઘસનું આયોજન નહીં થઈ શકે.