કોંગ્રેસના નેતાના ટ્વીટથી થયો હોબાળો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 14:38:49

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના એક નિવેદન પર કોંગ્રેસના નેતા ઉદીત રાજ ટ્વીટ કર્યું જેના કારણે મોટો હોબાળો મચી ગયો છે. ભાજપએ ઉદિત રાજની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ બતાવી છે અને કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે ભાજપ તરફથી સંબિત પાત્રાએ કહ્યું કે, પહેલીવાર નથી જ્યારે ઉદિત રાજે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમની આદિવાસી માનસિકતા દર્શાવે છે.

 

 

દ્રૌપદી મુર્મૂએ શું નિવેદન આપ્યું હતું ?

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુજરાતના પ્રવાસે હતા ત્યારે તેમણે સાબરમતી આશ્રમ ગયા હતા અને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ આપી હતી અને તેમણે કહ્યું હતું  ગુજરાતમાં દેશનો 76 ટકા મીઠાનું ઉત્પાદન થાય છે. એવું કહી શકાય કે બધા દેશવાસીઓ ગુજરાતનું મીઠું ખાય છે.

 

ઉદિત રાજે શું ટ્વીટ કર્યું ?

કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું કે દ્રૌપદી મુર્મૂજી જેવા રાષ્ટ્રપતિ કોઈ દેશને મળે. ચમચાગિરીની પણ હદ હોય છે. કહે છે કે 70 ટકા લોકો ગુજરાતનું મીઠું ખાય છે. પોતે મીઠું ખાઈને જિંદગી જીવે તો ખબર પડશે. બાદ ઉદિત રાજે વધુ એક ટ્વીટ કર્યું. તેમણે કહ્યું કે, નિવેદન મારું દ્રોપદી મુર્મૂજી માટે અંગત નિવેદન છે, કોંગ્રેસ પાર્ટીનું નથી. દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા અને આદિવાસીના નામથી વોટ માગ્યા. રાષ્ટ્રપતિ બનવાથી શું તે આદિવાસી નથી રહ્યા? દેશના રાષ્ટ્રપતિ છે તો આદિવાસીના પ્રતિનિધિ પણ. રડવું આવે છે જ્યારે એસસી/એસટીના નામથી પદ પર જાય છે પછી ચુપ થઈ જાય છે.

 

 

ભાજપે વળતો જવાબ આપ્યો !!!!!

ભાજપ તરફથી જવાબ આપતા સંબિત પાત્રાએ કોંગ્રેસના નેતા ઉદિત રાજ દ્વારા રાષ્ટ્રપતિ મુર્મૂ માટે ઉપયોગ કરાયેલા શબ્દો ચિંતાજનક, દુર્ભાગ્યપૂર્ણ છે. પહેલીવાર નથી જ્યારે તેમણે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે. પહેલા કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ પણ આવું કહ્યું હતું. જે તેમની આદિવાસી વિરોધી માનસિકતાને દર્શાવે છે.

 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...