થોડા સમય પેહલા કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઈકને લઈને એક નિવેદન આપ્યું હતું જેને કારણે વિવાદ છેડાયો હતો. સર્જિકલ સ્ટ્રાઈક પર તેમણે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમના આ નિવેદનને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ વ્યક્તિગત નિવેદન ગણાવ્યું હતું. ત્યારે તેમના સમર્થનમાં કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી આવ્યા છે. તેમણે કહ્યું કે તેમને સુરક્ષા બળો પર તેમનો ભરોસો છે પણ ભાજપની સરકાર પર ભરોસો નથી.
રાશિદ અલ્વીએ દિગ્વિજયસિંહના નિવેદનને આપ્યું સમર્થન
થોડા વર્ષો પહેલા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. સર્જિકલ સ્ટ્રાઈકને લઈને અનેક વખત કોંગ્રેસ દ્વારા પ્રશ્નો ઉઠાવામાં આવ્યા છે. ત્યારે થોડા સમય પહેલા દિગ્વિજય સિંહે આ મુદ્દાને લઈને નિવેદન આપ્યું હતું જેને લઈને વિવાદ છેડાયો હતો. કોંગ્રેસના અનેક નેતાઓએ તેમના આ નિવેદનને વ્યક્તિગત નિવેદન ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ પણ આ નિવેદનને તેમના વ્યક્તિગત વિચાર બતાવ્યા છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ તેમના સમર્થનમાં નિવેદન આપ્યું છે.
અમને ભાજપ પર ભરોસો નથી - રાશિદ
રાશિદ અલ્વીએ કહ્યું કે અમને સેના પર ભરોસો છે. જ્યારે સરકાર કહી રહી છે કે તેમની પાસે વીડિયો છે અને દિગ્વિજય સિંહ વીડિયો બતાવાની માગ કરી રહ્યા છે તો છુપાવાની કોઈ જરૂરત નથી. તમારે દેશની માફી માગવી જોઈએ અને કહેવું જોઈએ કે અમારી પાસે વીડિયો નથી.