કોંગ્રેસ સરકારે દિવાળી પર પત્રકારોને રોકડા રૂપિયા ગિફ્ટમાં આપ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ રાજકીય ગરમાવો વધાર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ પત્રકારોને રોકડ રકમ ગિફ્ટ આપી છે કે નહીં તે મામલે તપાસના આદેશ આપ્યા છે.
કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ કર્ણાટક સરકાર પર કર્યા પ્રહારો
કોંગ્રેસના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને કર્ણાટક સરકારને સવાલ પૂછ્યો હતો. તેમણે ટ્વીટ કરી હતી કે કર્ણાટક સરકારે પત્રકારોને 1 લાખ રૂપિયાની લાંચ આપી છે. સુરજેવાલાએ લખ્યું હતું કે આ મામલે મુખ્યમંત્રી બોમ્મઈ જવાબ આપશે કે નહીં. મુખ્યમંત્રીએ તો લાંચ નહીં આપીને? 1 લાખ રૂપિયા સરકાર પાસેથી ક્યાંથી આવ્યા? શું આ રૂપિયા સરકારી ખજાનામાંથી આવ્યા છે કે મુખ્યમંત્રીના પોતાના છે? શું ઈડી કે આઈટી આ મામલે તપાસ કરશે? બોમ્માઈ અને કર્ણાટક મુખ્યમંત્રી કાર્યાલયના લાંચનો પર્દાફાસ થયો છે. આશા છે કે ભાજપ સરકારને એ વિશ્વાસ હશે કે તમામ લોકો નથી વેચાઈ શકતા.
મુખ્યમંત્રી બોમ્મઈએ સમગ્ર મામલે શું પ્રતિક્રિયા આપી?
કર્ણાટક કોંગ્રેસના આ આરોપ મામલે મુખ્યમંત્રી બોમ્મઈનું કહેવું છે કે તેઓ આ ઘટનાથી પરિચિત નથી. સીએમ બોમ્મઈએ જણાવ્યું હતું કે પત્રકારોને ગિફ્ટમાં રોકડા રૂપિયા આપ્યા છે તે મામલે તેમને કોઈ જાણ નથી.