રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી, 'ચીને આપણી જમીન પર કબજો કર્યો છે, PM સાચું બોલતા નથી'


  • Published By :
  • Published Date : 2023-08-20 19:40:11

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'લદ્દાખના લોકોએ મને કહ્યું છે કે ચીનની સેના અહીં ઘૂસી ગઈ છે. જ્યાં તેમની ચરાણ જમીન હવે તેઓ ત્યાં જવા માટે સક્ષમ નથી. આ વાત લદ્દાખમાં બધા કહી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું છે કે એક ઇંચ પણ જમીન ગઇ નથી, પરંતુ તે સાચું નથી. તમે અહીં કોઈને પણ પૂછો, તે તમને કહેશે. રાહુલ ગાંધીએ કહ્યું કે લદ્દાખના લોકોને ઘણી ફરિયાદો છે, તેઓને જે દરજ્જો આપવામાં આવ્યો છે તેનાથી તેઓ ખુશ નથી. તેમને પ્રતિનિધિત્વ જોઈએ છે અને બેરોજગારીની સમસ્યા છે. લોકો કહી રહ્યા છે કે રાજ્ય નોકરશાહી દ્વારા નહીં પરંતુ જનતાના અવાજથી ચાલવું જોઈએ.


રાહુલ ગાંધી હાલ લદ્દાખની મુલાકાતે


વાસ્તવમાં, રાહુલ ગાંધી તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 77મી જન્મજયંતિ પર લદ્દાખ પહોંચ્યા છે. તેમણે અહીં પેંગોંગ ત્સો લેક ખાતે તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તે ભારત જોડો યાત્રાના સમયે લદ્દાખ જવા માંગતો હતો, પરંતુ લોજિસ્ટિકલ કારણોસર ત્યાં જઈ શક્યો ન હતો. પછી તેમણે વિચાર્યું કે લદ્દાખની ટુર વિસ્તારથી કરીશું. રાહુલે કહ્યું કે તે લેહ ગયા હતા અને પેંગોંગ પછી હવે નુબ્રા જઈ રહ્યા છે. આ પછી તે કારગીલ પણ જશે. લોકોના દિલમાં શું છે તે સાંભળવા તેઓ અહીં આવ્યા છે.


પેંગોંગ સૌથી સુંદર સ્થળોમાંનું એક 


શનિવારે એક દિવસ પહેલા રાહુલ લદ્દાખથી પેંગોંગ જવા રવાના થયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'મારા પિતા પેંગોંગ વિશે કહેતા હતા કે તે દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે.' શનિવારે સવારે રાહુલ રાઇડર લુકમાં પેંગોંગ ત્સો લેક માટે રવાના થયા હતા. રાહુલના આ એડવેન્ચરના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દરમિયાન રાહુલ KTM બાઇક અને સ્પોર્ટ્સ હેલ્મેટમાં લદ્દાખના રસ્તાઓ પર બાઇક ચલાવતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ પણ પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?