કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસના નેતાઓનો ઉત્સાહ ચરમસીમા પર છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીઓ દાવો કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ ચમત્કાર સર્જશે. રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્ટી મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 150 જેટલી સીટો જીતશે. કોંગ્રેસ પાર્ટીની મધ્ય પ્રદેશ ચૂંટણીને લઈ યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધીએ આ દાવો કર્યો હતો.
#WATCH | We had a detailed meeting right now and our internal assessment says that since we got 136 seats in Karnataka, we are now going to get 150 seats in Madhya Pradesh: Congress leader Rahul Gandhi pic.twitter.com/9rQgiJBumY
— ANI (@ANI) May 29, 2023
કોંગ્રેસના અગ્રણી નેતાએ કર્યું મંથન
#WATCH | We had a detailed meeting right now and our internal assessment says that since we got 136 seats in Karnataka, we are now going to get 150 seats in Madhya Pradesh: Congress leader Rahul Gandhi pic.twitter.com/9rQgiJBumY
— ANI (@ANI) May 29, 2023મધ્ય પ્રદેશ ચૂંટણીને લઈ દિલ્હીમાં યોજાયેલી કોંગ્રેસની મિટિંગમાં રાહુલ ગાંધી, પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે, પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથ સહિતના 10 નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગમાં પાર્ટીએ કર્ણાટકની તર્જ પર ચૂંટણી રણનિતી તૈયાર કરવા મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી. રાહુલ ગાંધીએ પાર્ટીના અનુભવી નેતાઓના વિચારો પણ સાંભળ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે મધ્ય પ્રદેશમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
જુથબાજીના કારણે પાર્ટીએ સત્તા ગુમાવી
મધ્ય પ્રદેશમાં વર્ષ 2018માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી. જો કે બાદમાં રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે સત્તાની ખેંચતાળ શરૂ થઈ ગઈ હતી. અંતે સિંધિયાએ બળવો કર્યો હતો જેના કારણે કમલનાથે સત્તા ગુમાવવી પડી હતી. સિંધિયા તેમના સમર્થક ધારાસભ્યો સાથે ભાજપામાં જોડાઈ ગયા હતા. અંતે રાજ્યમાં શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપની સરકાર બની હતી.