લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .
લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુકાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌપ્રથમ તેમણે શ્રીનગરના બદામીબાગ કેન્ટોન્મેન્ટમાં આવેલી આર્મી બેઝ હોસ્પિટલની મુલાકાત લીધી છે. જેમાં પહલગામના આતંકી હુમલાના ઘાયલો સારવાર હેઠળ રખાયા છે. લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીની સાથે જમ્મુ કાશ્મીરના પ્રદેશ કોન્ગ્રેસ્સ અધ્યક્ષ તારિક હામિદ કરા અને કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલ છે. આ પછી રાહુલ ગાંધીએ જમ્મુકાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની મુલાકાતે પહોંચ્યા છે સાથે જ તેમણે એલજી મનોજ સિન્હાની પણ મુલાકાત લીધી છે. આ પછી રાહુલ ગાંધી અન્ય ડેલિગેશન અને અધિકારીઓ સાથે પણ બેઠક યોજવાના છે. જયારે પહલગામમાં આતંકી હુમલો થયો એ પછી રાહુલ ગાંધી તેમની અમેરિકાની યાત્રા ટૂંકાવીને પરત ફર્યા છે. રાહુલ ગાંધીએ કેદ્રમાં સત્તાધારી પક્ષ NDA દ્વારા જે સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી તેમાં હાજરી આપી હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારે સુરક્ષામાં રહેલી ચૂકનો સ્વીકાર કર્યો છે. સાથે જ આ બેઠક પત્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું છે કે સરકાર જે પણ પગલા લેશે અમે તેનું સમર્થન કરીશું.
પહલગામમાં જે આતંકી હુમલો થયો છે તેના પછી ભારતીય સેના જોરદાર રીતે એક્શનમાં છે. સાથે જ ભારતની એક વાત ખુબ જ સ્પષ્ટ છે કે , "પાણી અને લોહી એક સાથે વહી નઈ શકે. " તો આ બાજુ યુએસના સ્ટેટ ડિપાર્ટમેન્ટએ જાહેરાત કરી છે કે , અમેરિકા ભારત સાથે ખુબ જ મજબુતીથી ઉભું છે. અમે ઘાયલોના સાજા થવા માટે પ્રાર્થના કરીએ છીએ. પહલગામના આતંકી હુમલાના ગુનેગારોને સજા મળવી જોઇએ . આજે પહલગામમાં બાઇસારન ઘાટીમાં ભૂમિ સેનાના વડા ઉપેન્દ્ર ત્રિવેદી પણ પહોંચ્યા છે.
પાકિસ્તાને પોતાના ત્યાં સુરક્ષામાં વધારો કર્યો છે , પાકિસ્તાનને ચિંતા છે કે , ભારતીય સેના કોઈ પણ સમયે જવાબી કાર્યવાહી કરી શકે છે. જોકે આ સમગ્ર મામલે પાકિસ્તાનના રક્ષામંત્રી ખવાજા આસિફ ની પ્રતિક્રિયા સામે આવી છે , તેમણે કહ્યું છે કે ભારતે પહલગામના આતંકવાદી હુમલા પછી જે પણ પગલા લીધા છે તેનાથી બેઉ દેશો વચ્ચે "ઓલ આઉટ વોરની " સંભાવના છે. સાથેજ વિશ્વએ હવે ચિંતિત થવું પડશે કેમ કે , બેઉ દેશો ભારત પાકિસ્તાનની જોડે પરમાણુ હથિયારો છે. આ ઉપરાંત પાકિસ્તાની મિલિટરી કોઈ પણ પ્રકારની લશ્કરી ગતિવિધિનો જવાબ આપવા માટે તૈયાર છે. "