સંસદમાં એક તરફ મણિપુર જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈતી, ત્યાં રાહુલ ગાંધીના ફ્લાઈંગ કિસ પર ચર્ચા થઈ. રાહુલ ગાંધી વિરૂદ્ધ મહિલા સાંસદોએ લેખિતમાં ફરિયાદ કરી હતી. સ્મૃતિ ઈરાનીએ પોતાના ભાષણમાં પણ તે વાતનો ઉલ્લેખ કર્યો હતો. ફ્લાઈંગિ કિસ મુદ્દે અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી. આ બધા વચ્ચે કોંગ્રેસના એક નેતાએ જબરો તર્ક આપ્યો. બિહારના કોંગ્રેસ ધારાસભ્ય નીતુ સિંહે આ મામલે સ્મૃતિ ઈરાનીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો રાહુલ ગાંધીને ફ્લાઈંગ કિસ આપવી હોય તો તેઓ 50 વર્ષની વૃદ્ધ મહિલાને શા માટે આપશે?
ફ્લાઈંગ કિસને લઈ નીતુસિંહે આપી પ્રતિક્રિયા
નીતુ સિંહ નવાદા જિલ્લાની હિસુઆ સીટથી કોંગ્રેસના ધારાસભ્ય છે.એક મીડિયા સાથેની વાતચિતમાં તેમણે કહ્યું “રાહુલ ગાંધીજી સ્પીકર તરફ ઈશારો કરી રહ્યા હતા, તેઓ (સ્મૃતિ ઈરાની) કેવી રીતે સમજી ગયા કે તેઓ તેમને ફ્લાઈંગ કિસ આપી રહ્યા છે… આપણા રાહુલ જીને છોકરીઓની કોઈ કમી નથી. જો તેને ફ્લાઈંગ કિસ આપવી હોય તો તે છોકરીને આપશે, તે 50 વર્ષની મહિલાને કઈ ફ્લાઈંગ કિસ આપશે? આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે. નીતુ સિંહના નિવેદનને લઈને ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. નીતુ સિંહના નિવેદનની ટીકા કરતા ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે મહિલા વિરોધી કોંગ્રેસ સંસદની અંદર રાહુલ ગાંધીના દુષ્કર્મનો પણ બચાવ કરી શકે છે.
જો સ્મૃતિ ઈરાનીને બુઢ્ઢી ગણવામાં આવે તો રાહુલ ગાંધીને શું કહેશો!
કોઈ પણ સ્થિતિમાં નીતુ સિંહનું આવું નિવેદન ટીકાને પાત્ર છે. સ્મૃતિ ઈરાની કેટલા સાચા કેટલા ખોટાએ આગળ જતાં ખબર પડશે, પરંતુ એક મહિલા જ મહિલા વિષે આવું બોલે એ કઈ રીતે ચાલે? ત્યારે પ્રશ્ન એ થાય કે શું નીતુ સિંહને રાહુલ ગાંધીની ઉંમર ખબર છે? રાહુલ ગાંધીને ભલે યુવાન બતાવવાનો પ્રયાસ કરવામાં આવતા હોય, અને યુવાનીને મગજ સાથે સંબંધ છે તો રાહુલ ગાંધીને યુવાન કહી શકાય. તેમને ભલે યુવાન બતાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોય પરંતુ તે 53 વર્ષના છે, અને માત્ર 7 વર્ષ બાદ તે સિનિયર સિટિઝનમાં આવી જશે. અને એટલા માટે જો સ્મૃતિ ઈરાની બુઢ્ઢી છે તો રાહુલ ગાંધીને શું કહીશું?