કોંગ્રેસ નેતાએ Raju Bapu વિવાદમાં કરી વિવાદિત પોસ્ટ! કાયદો હાથમાં લેવાની વાત કરતા લખ્યું કેે... જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-22 12:27:29

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં કથાકાર રાજુગીરી બાપુએ વ્યાસપીઠ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના પછી કોળી-ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિવાદ વધતા રાજુગીરી બાપુએ જાહેરમાં રડતા રડતા માફી માગી હતી. પરંતુ, તેમ છતાં સમાજ દ્વારા વિરોધ યથાવત છે. ત્યારે હવે રાજુગીરી બાપુના બફાટ બાદ કોંગ્રેસ નેતાનો બફાટ સામે આવ્યો છે. કોંગ્રેસ નેતાએ ભાન ભૂલી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.... 


કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી... 

કથાકાર રાજુગીરી બાપુના બફાટ બાદ હવે કોંગ્રેસ નેતાનો બફાટ સામે આવ્યો છે. ..કોંગ્રેસ નેતા ભોપાજી ઉર્ફે અમૃત ઠાકોરે રાજુગીરી બાપુ સામે કાયદો હાથમાં લેવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, રાજુગીરી બાપુની જીભ કાપે તેને 11 લાખનું ઈનામ આપવામાં આવશે. કોંગ્રેસ નેતાની આ પોસ્ટ વાયરલ થતા વિવાદ વકર્યો છે. ત્યારે સવાલ થાય છે કે શું જાહેર જીવનમાં રહીને પણ તમે આવી હરકત કરશો ? તમે જાહેર જીવનમાં છો કે પછી માફિયાગીરી કરો છો? જો વાંધો હોય તો કાયદાકીય પ્રક્રિયા કેમ હાથ નથી ધરતા ?


વિવાદ વધતા રાજુગીરી બાપુએ રડતા રડતા માફી પણ માગી 

ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીકના ગામમાં ચાલી રહેલી કથા દરમિયાન કથાકાર રાજુગીરી બાપુએ વ્યાસપીઠ પરથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ કોળી-ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અમરેલીમાં આવેલા કથાકાર રાજુબાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને કથાકાર રાજુગીરી બાપુ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પરિસ્થિતિને જોતા કથાકારના નિવાસસ્થાને પોલીસ અધિકારીઓનો કાફલા તૈનાત કરાયો હતો. જો કે, વિવાદ વધતા રાજુગીરી બાપુએ જાહેરમાં રડતા રડતા માફી માગી હતી અને સમાજ મોટું મન રાખીને તેમની ભૂલને માફ કરે તેવી વિનંતી કરી હતી.... 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?