અદાણી મુદ્દે કોંગ્રેસના નેતા જયરામ રમેશે સાધ્યું ભાજપ પર નિશાન, ટ્વિટ કરી કહી આ વાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-04 11:27:56

હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ ગૌતમ અદાણીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અદાણીને લઈ વિપક્ષી દળો દ્વારા સંસદમાં હંગામો કરવામાં આવ્યો છે. ત્યારે આ વાતને લઈ કોંગ્રેસના નેતા જયરામ રમેશે ભાજપ તેમજ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી જયરામે કહ્યું કે જ્યારે સરકારી અધિકારી કહી રહ્યા હતા કે અદાણી ગ્રુપથી જોડાયેલા મામલા સરકાર માટે ચાના કપમાં આવેલા તુફાન જેવું છે, તો સરકારમાં આ કપ પીએમ મોદીનો છે.

   

અદાણી મામલે સંસદમાં થયો હંગામો 

થોડા સમય પહેલા અદાણીને લઈ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો. આ રિપોર્ટની સીધી અસર અદાણીની સંપત્તિ પર પડી રહી છે. દિવસેને દિવસે તેમની સંપત્તિનું ધોવાણ થઈ રહ્યું છે. અદાણી મુદ્દે સંસદમાં પણ વિપક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો છે જેને કારણે અનેક વખત કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કેન્દ્રની ભાજપ સરકાર પર તેમજ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. 


ટ્વિટ કરી કોંગ્રેસના નેતાએ સાધ્યું ભાજપ પર નિશાન 

જયરામ રમેશે ટ્વિટ કરી જેમાં તેમણે કહ્યું કે એક વરિષ્ઠ અધિકારીએ અદાણી મામલાને ચાના કપમાં આવેલા તૂફાન કહી નકારી દીધો હતો. ખેર હવે તૂફાનના રૂપમાં સ્વીકારી રહ્યા છે. તો ફિર આ કપ કોઈ બીજાનો નહીં પણ પીએમ મોદીનો છે. આ કોઈ સાધારણ ચાનો કપ નથી.  




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..