Congress નેતા Indranil Rajguruએ રાહુલ ગાંધીની તુલના મહાત્મા ગાંધી સાથે કરતા કર્યો બફાટ! વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-03 18:15:09

ચૂંટણીઓ હોય ત્યારે નિવેદનબાજી પર કોઈ લગામ હોતી નથી.. પૂરી તાકાતથી પ્રચાર-પ્રસાર કરવામાં નેતાઓ શું બોલી જાય છે તેમને પણ અંદાજ રહેતો નથી.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. તે બાદ અનેક રાજનેતાઓના નિવેદનો આવ્યા હતા જે વિવાદાસ્પદ હોય છે.. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમનો અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું...

રાહુલ ગાંધી અને મહાત્મા ગાંધીની કરી તુલના!

રાજકોટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનાં આ વખાણ કરવામાં ભાન ભૂલી ઈન્દ્રનીલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને 'લુચ્ચા' કહીને સંબોધી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થયો છે... ચૂંટણીપ્રચારમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીને મહાત્મા ગાંધી સાથે સરખાવ્યા. મહાત્મા ગાંધીને લુચ્ચા તો રાહુલ ગાંધીને નિખાલસ ગણાવ્યા હતા.. અને સાથે એવું પણ કહ્યું કે દેશમાં બીજો કોઈ ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી જ હશે... રાહુલ ગાંધીને પપ્પુ સાબિત કરવા કરોડો રુપિયા ખર્ચ્યા છે તેવું પણ સામે આવ્યું છે... 


વીડિયો વાયરલ થયા બાદ તેમણે આપી પ્રતિક્રિયા

જ્યારે ગાંધીજી માટે અપમાનજનક શબ્દો પ્રયોગ કરવાના મામલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પહેલા તો આનંદનો વિષય છે કે, ગાંધીજીનો વિરોધ કરનારા લોકો ગાંધીજી માટે વાત કરી રહ્યા છે. ઇતિહાસમાં જે લખાયેલી છે, પુસ્તકોમાં જે લખાયું છે તે વાત મેં કરી હતી. તે બાદ તેમણે વીડિયોને લઈ સ્પષ્ટતા આપી હતી અને તેમણે ભાજપ વિશે પણ વાત કરી હતી.  


રાજનેતાઓની ભાષામાં વધ્યું હીનતાનું પ્રમાણ

ભાન ભૂલીને પ્રચાર કરવો નેતાઓ માટે કેટલું યોગ્ય કહી શકાય.. અગાઉ પણ અમે કહ્યું હતું કે, રાજકારણમાં ભાષા એક મહત્ત્વપૂર્ણ અંગ છે. લોકશાહીમાં જેની ભાષા પરની પકડ મજબૂત હોય છે એ જ નેતા ચાલે છે.પણ  આઝાદી બાદ દેશમાં રાજકારણમાં ભાષામાં અઢળક પરિવર્તન આવ્યું અને ભાષામાં હીનતાનું પ્રમાણ પણ વધતુ જોવા મળ્યું... 



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..