2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જે બાદ તેમની વિરૂદ્ધ કેસ થયો. થોડા દિવસો પહેલા સુરતની કોર્ટે તેમને બે વર્ષની સજા સંભળાવી. રાહુલ ગાંધીની સદસ્યતા પણ રદ્દ કરવામાં આવી હતી અને સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે તમિલનાડુના એક કોંગ્રેસના નેતાએ કહ્યું કે કોંગ્રેસની સરકાર આવવા પર રાહુલ ગાંધીને સજા આપનાર જજની જીભ કાપી નાખવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યા છે વિવિધ કાર્યક્રમો
રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યા હતો. મોદી સરનેમને લઈ આપેલા નિવેદન બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. સુરતની કોર્ટ ખાતે આ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. સજાના ભાગ રૂપે તેમની બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને દંડ પણ કરાયો હતો. સજા મળ્યા બાદ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ કરી દેવાઈ હતી ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી હતી. આ મામલે કોંગ્રેસ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરાઈ રહ્યા છે.
તમિલનાડુના એક નેતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન!
વિવિધ કાર્યક્રમો કરી કોંગ્રેસ આ વાતનો વિરોધ કરી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસના એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તમિલનાડુના એક કોંગ્રેસના નેતાએ કહ્યું કે કોંગ્રેસની સરકાર આવવા પર રાહુલ ગાંધીને સજા આપનાર જજની જીભ કાપી નાખવામાં આવશે. આ નિવેદન બાદ કોંગ્રેસના નેતા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીને સજા આપનાર જજ વિરૂદ્ધ આપ્યું નિવેદન!
કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ વાતનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યો છે. ત્યારે આ મામલે 7 એપ્રિલના રોજ કોંગ્રેસ દ્વારા તમિલનાડુમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ડિંડીગુલના કોંગ્રેસના જિલ્લાધ્યક્ષ મનિકાનંદે કહ્યું કે 23 માર્ચે સુરત કોર્ટના જજે અમારા નેતાને બે વર્ષની સજા સંભળાવી છે. સાંભળો, જસ્ટિસ વર્મા, જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે તમારી જબાન કાપી લઈશું.