કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે, જો કે ખરાખરીનો જંગ તો પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સાંસદ શશિ થરૂર વચ્ચે છે. આ દરમિયાન દિગ્વિજય સિંહે તેમના પ્રતિસ્પર્ધી શશિ થરૂર સાથે સૌજન્ય મુલાકાત કરી છે. દિગ્વિજય સિંહે ગુરૂવાર (29 સપ્ટેમ્બર)એ જ અધ્યક્ષ ચૂંટણી માટે નામાંકન પત્ર લીધો છે તેઓ કાલે નામાંકન દાખલ કરશે.
શશિ થરૂરે ટ્વિટ કરી આપી માહિતી
શશિ થરૂરે ટ્વિટ કરી કહ્યું કે, ‘આજે બપોરે દિગ્વિજય સિંહ મળવા માટે આવ્યા. હું અમારી પાર્ટીના અધ્યક્ષ પદ માટે તેમની ઉમેદવારીનું સ્વાગત કરૂ છું. અમે બંન્ને એ વાત પર સહેમત હતા કે અમારી લડાઈ પ્રતિસ્પર્ધીયો વચ્ચે નહીં પણ સહયોગિયો વચ્ચે એક મૈત્રીપૂર્ણ મુકાબલો છે. અમે બંન્ને બસ એટલું ઈચ્છીએ છીએ કે કોઈ પણ જીતે, જીત કોંગ્રેસની થશે.’
શશિ થરૂર 30 સપ્ટેમ્બરે કરશે નામાંકન
સાંસદ શશિ થરૂર પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ શુક્રવારે (30 સપ્ટેમ્બર)એ પોતાનું નામાંકન પત્ર દાખલ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીની જાહેરાત બાદ સૌથી પહેલા શશિ થરૂરે જ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસ પ્રમુખની દોડમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ પણ ચાલી રહ્યું હતું.