Gandhinagar લઠ્ઠાકાંડ પર Congress નેતા Amit Chavdaના ચાબખાં, ભાજપ સરકાર પર કર્યા પ્રહાર,સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-15 13:38:09

આપણા રાજ્ય ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે એટલે એ રાજ્ય જ્યાં દારૂ પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તે. ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી દારૂબંધીનો કાયદો છે પરંતુ તેનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. લોકો દેશી દારૂ પીને મોતને ભેટી રહ્યા છે. લઠ્ઠાકાંડની ઘટનાઓ ગુજરાતમાં અવારનવાર બની રહી છે. ગાંધીનગરના દહેગામના લિહોડામાં દેશી દારૂ પીધા બાદ બે લોકોના મોત શંકાસ્પદ રીતે થયા છે જ્યારે અનેક લોકો સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. બે લોકોના મોત થયા છે જ્યારે હજી બીજા લોકોના મોત પણ થઈ શકે છે તેવી આશંકા છે. આ બધા વચ્ચે ભાજપ સરકાર પર કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ શાબ્દિક પ્રહાર કર્યા છે. લઠ્ઠાકાંડને લઈ સરકારને ઘેરી છે.   

લઠ્ઠાકાંડને અમિત ચાવડાએ ગણાવી....   

લઠ્ઠાકાંડ વિશે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હપ્તાખોરીના કારણે એક પછી એક લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે. અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાન આ બનાવો છે. પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો જેમાં 45થી વધારે લોકોના મોત થયા, નડિયાદમાં સીરપ રૂપે લઠ્ઠાકાંડ થયો પાંચ લોકોના મૃત્યુ થયા. અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના   લિહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો બે લોકોના મૃત્યુ થયાના અને અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે. તે ઉપરાંત દારૂબંધી કાયદા અંગે પણ તેમણે વાત કરી હતી. જો ઈચ્છાશક્તિ હોય તો એક જ મહિનાની અંદર ગુજરાતના કોઈ પણ ખુણે એક ટીપુ પણ દારૂ ન મળે જેવી વાતો કરી ભાજપની સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડા ઉપરાંત કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?