કોંગ્રેસે જાહેર સભાઓને બદલે ખાટલા બેઠકો અને ડૉર ટુ ડૉર ચૂંટણી પ્રચારને આપ્યું પ્રાધાન્ય


  • Published By :
  • Published Date : 2022-11-20 18:56:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને આપના નેતાઓ ચૂંટણી સભાઓ અને રેલીઓ ગજવી રહ્યા છે. શહેરોમાં વિશાળ રોડ શો કરી તેમનું શક્તિ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. હવે સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે કોંગ્રેસના નેતાઓ કેમ જાહેર સભાઓમાં ભાષણબાજી કરતા જોવા મળતા નથી?. તો આ સવાલનો જવાબ એ છે કે કોંગ્રેસના નેતાઓ રોડ શોના બદલે ખાટલા બેઠકો અને ડૉર ટુ ડૉર પ્રચારને પ્રાધાન્ય આપી જનસંપર્ક કરી રહ્યા છે.


કોંગ્રેસે ચૂંટણી પ્રચારની રણનીતિ બદલી


ગુજરાત કૉંગ્રેસ ચૂંટણી પ્રચારની પરંપરાગત રીતો અને વ્યૂહરચનાને બદલે  નવી વ્યૂહરચના અપનાવી રહી છે. કૉંગ્રેસ પાર્ટીના પ્રચારમાં આવેલા આ પરિવર્તનને કેટલાક લોકો કૉંગ્રેસની ‘નવી રણનીતિ’ ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને ‘મજબુરી’માં માની રહ્યા છે. જોકે, ગુજરાત કૉંગ્રેસના મતે આ એક સમજી-વિચારીને ઘડાયેલી વ્યૂહરચના છે. કૉંગ્રેસે પ્રચાર માટે ડોર ટુ ડોર પર વધુ ભાર આપવાનું ઠરાવ્યું તેનું એક કારણ એ છે કે ગુજરાતમાં કૉંગ્રેસનું વ્યવસ્થાતંત્ર ખોરવાયેલું છે. તેથી કદાચ પ્રચારનાં પરંપરાગત માધ્યમોથી સંગઠન દૂર રહી રહ્યું છે. બીજું કારણ એ હોઈ શકે કે ભાજપનું પ્રચારતંત્ર ખૂબ જ મજબૂત છે, તેમની સામે કૉંગ્રેસ હજુ પહોંચી શકે તેમ નથી, ભાજપના પ્રચારતંત્રનો સામનો કરવા બિનપરંપરાગત માધ્યમો થકી લોકો સુધી પહોંચીને પોતાનાં કામ ગણાવવા એ જ માત્ર રસ્તો બાકી હતો. તેથી કદાચ કૉંગ્રેસે લોકો સુધી પહોંચવા અને કામ ગણાવવા સભા યોજવાના સ્થાને ડોર ટુ ડોર કૅમ્પેન પર વધુ ભાર મૂક્યો છે.


મોદી જેવા લોકપ્રિય ચહેરાનો અભાવ


કોંગ્રેસ પાસે પીએમ મોદી જેવો કોઈ કરિશ્માતી નેતાનો અભાવ છે. લોકપ્રિય પ્રચારક ન હોવાથી શહેરો અને જિલ્લા કેન્દ્રોમાં લોકોની મોટી ભીડ એકઠી કરી શકાતી નથી. વળી કોંગ્રેસ પાસે સ્થાનિક નેતાઓ ખુબ મજબુત છે. જેમ કે વ્યારા વિધાનસભા મતવિસ્તારના પુનાજી ગામીત, જેતપુરમાં સુખરામ રાઠવા,અમરેલીમાં પરેશ ધાનાણી, વાવમાં ગેનીબેન ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, રાજુલાના અમરીશ ડેર, દરિયાપુરમાં ગ્યાસુદ્દીન શેખ, જમાલપુર ખાડિયામાં ઈમરાન ખેડાવાલા, થરાદના ગુલાબસિંહ રાજપૂત સહિતના સ્થાનિક નેતાઓ તેમની અંગત લોકપ્રિયતાના કારણે જીતી રહી છે. આ બધા કારણોથી કોંગ્રેસ જાહેર સભાઓને બદલે ડૉર ટુ ડૉર પ્રચારને પ્રાધાન્ય આપી રહી છે.


વ્યક્તિગત આરોપ-પ્રત્યારોપને ટાળી રહી છે કોંગ્રેસ


કોંગ્રેસને ભૂતકાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી સામે કરાયેલા અંગત શાબ્દિક હુમલાથી લાભ થવાના બદલે નુકસાન વધુ થયું છે. નરેન્દ્ર મોદીઓ પણ આવા પર્સનલ ઍટેકનો ભરપુર લાભ ઉઠાવ્યો હતો.  શાબ્દિક હુમલાઓએ કૉંગ્રેસના પક્ષમાં સમર્થનનું મોજું ઊભું કરવાના સ્થાને તેના વિરોધમાં માહોલ ઉભો કર્યો હતો. કૉંગ્રેસ હવે આ વાત સારી રીતે સમજી ગઈ છે, તેથી અત્યાર સુધી આ ચૂંટણીમાં આવું કરવાનું ટાળ્યું છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...