ગુજરાતમાં ચૂંટણીનો રંગ જામ્યો છે. દરેક પાર્ટી એક બીજા પર પ્રહાર કરી રહ્યા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે તો અનેક વખત પ્રહાર થતા રહે છે ત્યારે કોંગ્રેસે પણ વહેતી ગંગામાં હાથ ધોયો છે. આમ આદમી પાર્ટીએ એક મીડિયા રિપોર્ટનો ફોટો શેર કર્યો હતો જેમાં ભાજપના નેતાઓ અને AIMIM વચ્ચે બંધ બારણે બેઠક થઈ છે તેવું બતાવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસે પણ ટ્વિટ કરી છે જેમાં કોંગ્રેસે લખ્યું છે કે જ્યાં જ્યાં બીજેપીને હારનો ડર હોય ત્યાં આ ડાબો-જમણો પહોંચી જાય છે.
લોકોના મનમાં કોમવાદી ઝેર નાખનાર ભાજપ અને AIMIM બંને પ્રજા વિરોધી પાર્ટી છે - કોંગ્રેસ
ગુજરાતમાં આ વખતે ચૂંટણીને લઈ અલગ રંગ જોવા મળી રહ્યો છે. શાબ્દિક પ્રહાર તો થઈ રહ્યા છે પરંતુ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ પ્રહાર માટે કરાઈ રહ્યો છે. થોડા સમય પહેલા આપે એક મીડિયા રિપોર્ટ શેર કર્યો હતો જેમાં બીજેપીના દિગ્ગજ નેતા AIMIMના નેતાઓ સાથે બેઠક યોજી હતી. જે બાદ ભાજપ પર આમ આદમી પાર્ટી વરસી પડી હતી. આ વાતને કોંગ્રેસે અલગ રીતે લીધી. આ વાતને લઈ કોંગ્રેસે ન માત્ર ભાજપ પર પ્રહાર કર્યા પરંતુ આપ અને ઓવૈસી પર પણ પ્રહાર કર્યા હતા. પોતાના ટ્વિટર અકાઉન્ટથી કોંગ્રેસે ટ્વિટ કરી હતી જેમાં પાર્ટીએ લખ્યું કે ડાબો જમણો ડાબો જમણો... બીજેપીને બાબો જન્મયો... અને લખ્યું એક જગા જબ જમા હો તીનો, અમીત અરવિંદ ઓવૈસી