દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. વધતી મોંઘવારીને કારણે મધ્યમ વર્ગના પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, દૂધ સહિતની વસ્તુઓમાં ભારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. ગેસ સિલીન્ડરનો ભાવ પહેલી વખત 1000 રુપિયાને પાર પહોંચી ગયો છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે કટાક્ષ કર્યો છે.
મોંઘવારીને લઈ કોંગ્રેસે કર્યો કટાક્ષ
જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ, દૂધ,શાકભાજીના ભાવ વધતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભાવ વધારાની સીધી અસર ગૃહિણીના બજેટ પર પડે છે. જેને કારણે ઘર ચલાવવું કઠિન થાય છે. અનેક વખત દૂધના ભાવમાં વધારો થાય છે તો અનેક વખત ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થાય છે. ત્યારે મોંઘવારીને નિશાન બનાવી કોંગ્રેસે ભાજપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી લખ્યું કે આ વર્ષે મોદી સરકાર દ્વારા મળેલી ગિફ્ટ- ગેસ સિલિન્ડરમાં 200 રુપિયાનો ભાવ વધારો, ખાદ્ય તેલમાં પણ 20 રુપિયાનો ભાવ વધારો.