હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી કોંગ્રેસે પોતાનું સંપૂર્ણ ધ્યાન ગુજરાત મિશન ગુજરાત પર કેન્દ્રિત કર્યું છે.કોંગ્રેસ 15 દિવસમાં કુલ 25 મેગા રેલીઓ કરશે જેમાં ગુજરાતના 125 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેવામાં આવશે.કોંગ્રેસની આ રેલીઓ આક્રમક ચૂંટણી વ્યૂહરચના હેઠળ થશે અને તેમાં પાર્ટીના દરેક મોટા નેતા પણ ભાગ લેશે.
એક કોંગ્રેસ નેતાના જણાવ્યા મુજબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ ગુજરાત ચૂંટણીમાં પ્રચાર કરવા આવશે.રાહુલ ગાંધી વિશે વાત કરી તો આ દિવસોમાં તેઓ ભારત જોડો યાત્રા માટે મહારાષ્ટ્રમાં છે. એટલા માટે જ તેઓ હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર કરવા પણ નહતા ગયા. જો કે હાલ એવી ચર્ચા એ જોર પકડ્યો છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં ચુંટણી પ્રચાર માટે આવી શકે છે.
કોંગ્રેસે બૂથ મેનેજમેન્ટ પર વધુ ભરોસો
જો કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બૂથ મેનેજમેન્ટ પર વધુ ભરોસો રાખીને પોતાની રણનીતિ બદલી છે. રાહુલ ગાંધીએ ફેબ્રુઆરી 2022માં દ્વારકામાં રાજ્ય કક્ષાના ચિંતન શિબિરમાં પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી અને એ પછી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે "મૌન અભિયાન" યોજના પણ લાગુ કરી હતી. આ સિવાય કોંગ્રેસે આ વખતે મોટા પાયે ઘર-ઘર પ્રચાર અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો વવિકપલ પસંદ કર્યો છે.