જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.. આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થવાની છે જેને લઈ રાજકીય પાર્ટીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.. હરિયાણામાં પણ આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારોની સાથે સાથે રાજકીય પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવતી હોય છે. ત્યારે જમ્મુ કાશ્મીરને લઈ કોંગ્રેસ પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના બે નેતાના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.. એક છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને બીજા છે જિગ્નેશ મેવાણી.. ગુજરાતના આ બંને નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
કોંગ્રેસે ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીને સોંપી મોટી જવાબદારી
આ વખતની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 26માંથી 25 બેઠકો મળી.. એક બેઠક જે ભાજપના હાથમાંથી ગઈ તે બેઠક છે બનાસકાંઠાની.. આ બેઠક પર બંને રાજકીય પાર્ટીએ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી હતી જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા. આ બેઠક પરથી ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતી ગયા અને દિલ્હીના દરબારમાં એટલે કે લોકસભા પહોંચી ગયા.
દિગ્ગજ નેતાઓને બનાવ્યા છે સ્ટાર પ્રચારક
ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને કારણે ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. ગેનીબેન ઠાકોરમાં કોંગ્રેસને પણ આશા દેખાતી હોય તેવું લાગે છે.. ગેનીબેન ઠાકોરને તેમજ જિગ્નેશ મેવાણીને કોંગ્રેસે મોટી જવાબદારી સોંપી છે. જમ્મુ કાશ્મીર માટે તેમને સ્ટાર પ્રચારક બનાવ્યા છે. આ યાદીમાં 40 નામોનો સમાવેશ થાય છે. જેમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. ત્ંયારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો...