લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરૂ કરૂ દીધી હોય તેવું લાગી રહ્યું છે. લોકો સુધી પહોંચવા કોંગ્રેસ એક બાદ એક અભિયાન ચલાવી રહી છે. 26 જાન્યુઆરીથી કોંગ્રેસ હાથ સે હાથ જોડો કૈમ્પેન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન 26 માર્ચ સુધી ચાલવાનું છે. આ અભિયાનમાં કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને પ્રચાર કરશે. આ અભિયાન અંગેની જાણકારી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશે આપી હતી.
Delhi | Congress party releases the logo of 'Haath Se Haath Jodo Abhiyan' and a "chargesheet" against the Central Government. pic.twitter.com/slTltKktx4
— ANI (@ANI) January 21, 2023
હાથ સે હાથ જોડો અભિયાનની કરાઈ જાહેરાત
રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રાને સારો જનપ્રતિસાદ પણ મળ્યો છે. અનેક રાજ્યોથી આ યાત્રા પસાર થઈ છે. હાલ આ યાત્રા પોતાના અંતિમ તબક્કામાં એટલે જમ્મુ-કાશ્મીર પહોંચી છે. આ યાત્રા પૂર્ણ થાય તે પહેલા કોંગ્રેસે નવા અભિયાનની જાહેરાત કરી દીધી છે.
મતદારો સુધી પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ
26 જાન્યુઆરીથી લઈને 26 માર્ચ સુધી કોંગ્રેસનું હાથ સે હાથ જોડો અભિયાન ચાલવાનું છે. જમ્મુ-કાશ્મીરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો 6 લાખ ગામડા, 2.5 લાખ ગ્રામ પંચાયતના 10 લાખ મતદાન કેન્દ્રો પર પહોંચી રાહુલ ગાંધીના પત્ર મતદાતા સુધી પહોંચાડશે. આ અભિયાનના માધ્યમથી પાર્ટી સામાન્ય માણસ સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. રાહુલ ગાંધીના પત્રની સાથે સાથે ભાજપ સરકારની નિષ્ફળતાઓની ચાર્જસીટ પણ લોકોને વહેંચવામાં આવશે.