કર્ણાટકમાં કોંગ્રેસે ચૂંટણી વચન પાળ્યું, યુવાનોને દર મહિને 3 હજાર બેકારી ભથ્થું, 200 યુનિટ સુધી વીજ બિલ માફ, મહિલાઓ માટે બસની ફ્રી મુસાફરી


  • Published By :
  • Published Date : 2023-06-02 21:03:06

કર્ણાટક વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ હવે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ચૂંટણી વચનો પાળવાની શુભારંભ કર્યો છે. સત્તા સંભાળ્યાના કેટલાક દિવસો બાદ કોંગ્રેસ સરકારે આજે શુક્રવારે જાહેરાત કરી હતી કે તે ચાલુ નાણાકીય વર્ષમાં જ તેના ચૂંટણી ઢંઢેરામાં વચન આપવામાં આવેલી પાંચેય ગેરંટીનો અમલ કરશે. રાજ્ય કેબિનેટની વિશેષ બેઠક બાદ CM સિદ્ધારમૈયાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે સરકાર તમામ ગેરંટીનો ધીમે ધીમે અમલ કરશે.


મહિલાઓને મળશે રૂ. 2,000  


ગ્રુહ લક્ષ્મી યોજના હેઠળ તેમણે કહ્યું કે દરેક પરિવારની મહિલા વડાને 2,000 રૂપિયા મળશે, જે સીધા આધાર સાથે જોડાયેલા બેંક ખાતાઓમાં જમા થશે. અરજીઓ 15 જૂનથી 15 જુલાઈની વચ્ચે સબમિટ કરવાની રહેશે. આ ગેરંટી 15 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે અને તેમને 2000 રૂપિયા આપવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દરેક પરિવારે જાહેર કરવું જોઈએ કે તેના વડા કોણ હશે. વૃદ્ધાવસ્થા પેન્શન, સામાજિક સુરક્ષા પેન્શન અને વિકલાંગ મહિલાઓને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવશે.  સીએમ સિદ્ધારમૈયાએ અન્ન ભાગ્ય યોજના વિશે બોલતા કહ્યું કે 10 જુલાઈથી 1 કિલો મફત અનાજનું વિતરણ કરવામાં આવશે. 


મહિલાઓને બસોમાં મફતમાં મુસાફરી


સરકારે કર્ણાટકની મહિલાઓ માટે મફત બસ મુસાફરીની પણ જાહેરાત કરી હતી. છોકરીઓ સહિત ઉંમરને ધ્યાનમાં લીધા વિના તમામ મહિલાઓને 11 જૂનથી સરકારી બસોમાં મફતમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. આ યોજના કર્ણાટક પૂરતી મર્યાદિત છે. મફત મુસાફરી એસી બસ, એસી સ્લીપર બસ અથવા લક્ઝરી બસોને લાગુ પડશે નહીં. કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)માં 50 ટકા બેઠકો પુરુષો માટે અનામત રાખવામાં આવશે, જ્યારે બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (BMTC)ની બસોમાં કોઈ રિઝર્વેશન નહીં હોય. સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે ફ્રી બસ રાઇડ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને પણ લાગુ પડશે. નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે જણાવ્યું હતું કે નિ:શુલ્ક બસ મુસાફરીમાં 94 ટકા સરકારી બસો આવરી લેવામાં આવશે. આ હવે તમામ મહિલાઓ માટે મફત છે પરંતુ કેટલાક દિવસો પછી તે ફક્ત કર્ણાટકની મહિલાઓ માટે અમલી બનશે.


બેકાર યુવાનોને મળશે મહિને રૂ.3,000 


ગ્રેજ્યુએશનના છ મહિના પછી નોકરી મેળવવામાં નિષ્ફળ ગયેલા યુવાનો માટે યુવા નિધિ યોજના શરૂ કરાઈ. આ યોજના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું નોકરી મેળવવામાં નિષ્ફળ ગયેલા યુવાનો છે, તેઓ આ યોજના માટે અરજી કરી શકે છે અને લાભ મેળવી શકે છે. જે લોકોએ વ્યાવસાયિક અભ્યાસક્રમો કર્યા છે તેમને દર મહિને રૂપિયા 3,000 (સ્નાતક વિદ્યાર્થીઓ) મળશે. જ્યારે આ યોજના માટે અરજી કરવાની તારીખથી 24 મહિના માટે ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે 1500 રૂપિયા રહેશે. આ યોજના જેન્ડર, કાસ્ટ, ધર્મ અને ભાષાને ધ્યાનમાં લીધા વિના દરેક માટે લાગુ થશે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવશે.


200 યૂનિટ સુધી વીજ બિલ ભરવામાંથી મુક્તિ


ગ્રુહ જ્યોતિ અંગે તેમણે જણાવ્યું હતું કે જે લોકો વાર્ષિક સરેરાશ 200 યુનિટથી ઓછા વપરાશ કરે છે તેમને વીજળીનું બિલ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. આ 1 જુલાઇથી અમલ કરવામાં આવશે. આજ સુધીની બાકી નીકળતી રકમ ગ્રાહકે ભોગવવી પડશે. કોઈપણ પ્રકારની મૂંઝવણ સ્થિતિથી બચવા માટે 200 યૂનિટથી વધારે 10 ટકાનું બફર પણ લાગુ કરવામાં આવે છે. આ યોજના ભાડૂઆત માટે પણ લાગુ પડે છે.”



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?