વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચારનો દોર વધી રહ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં નથી દેખાતા. આ બધા વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.
કોંગ્રેસને નીતિન પટેલે કહ્યું અલવિદા
કોંગ્રેસમાં એક બાદ એક નેતાઓ નારાજ થઈ રહ્યા છે. ચૂંટણી સમયે સંગઠિત થવાની જગ્યા કોંગ્રેસ માટે એક સાંધે અને તેર ટૂટે એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કોંગ્રેસે ચૂંટણીને લઈ ઉમેદવારોની યાદી જાહેર નથી કરી. ત્યારે ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા કોંગ્રેસના આગેવાન નેતા ગણાતા નીતિન પટેલે જગદીશ ઠાકોરને રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના ડેલીગેટ પ્રદેશના પૂર્વ મંત્રીએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો હતો.